ધરપકડ:અમદાવાદના જુહાપુરામાંથી MD ડ્રગ્સના બે વોન્ટેડ સપ્લાયર પકડાયા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભુજમાંથી પકડાયેલાં ડ્રગ્ઝમાં નામ ખૂલ્યાં હતાં
  • ભુજથી​​​​​​​ આવેલા 2ને 30 ગ્રામ એમડી ડ્રગ્સ આપ્યું હતું, ATSએ ભુજ પોલીસને સોંપ્યા

ભુજમાં બે દિવસ પહેલાં પકડાયેલા એમડી ડ્રગ્સના બે સપ્લાયરની એટીએસની ટીમે જુહાપુરામાંથી ધરપકડ કરી હતી. આરોપીઓએ આપેલું એમડી ડ્રગ્સ લઈને જઈ રહેલા બે પેડલરની ભુજ પોલીસે ધરપકડ કરતા તેમનાં નામ ખૂલતાં એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બે દિવસ પહેલાં ભુજમાં રહેતા અબ્દુલગની સંધી તથા તેના બે માણસો જુહાપુરામાં આવ્યા હતા અને માદક પદાર્થ મેફેડ્રોનની ડિલિવરી લઈને ભુજ જવા નીકળ્યા હતા. દરમિયાન ભુજ પોલીસને બાતમી મળી જતા તેમને 28 ગ્રામ એમડી (કિં. રૂ. 2.80 લાખ)ના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા જુહાપુરાના શહેજાદ ઉર્ફે શેજુ તથા મોહંમદ નોફીલ ઉર્ફે બાપુ કાદરીના નામ ખૂલ્યાં હતાં.

આ દરમિયાન એટીએસના પીઆઈ એન. આર. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી, જેના આધારે એટીએસની ટીમે જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે માઝ પાન પાર્લર પાસે વોચ ગોઠવી હતી, જેમાં સાંજના સમયે પાનની દુકાન નજીક આવતા શહેજાદ ઉર્ફે શેજુ મોહંમદ હનીફ મનસુરી (મુબારક સોસાયટી, સરખેજ રોડ) તથા મોહંમદ નોફીલ ઉર્ફે બાપુ યુનુસભાઈ કાદરી (રોયલ અકબર ટાવર, જુહાપુરા)ની એટીએસની ટીમે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા તેમણે બે દિવસ પહેલાં ભુજથી આવેલા અબ્દુલગનીને 30 ગ્રામ એમડી ડ્રગ્સ આપ્યંુ હોવાની કબૂલાત કરી હતી. એટીએસે આરોપીઓને ભુજ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...