શ્રાવણ માસમાં વેચાતી ફરાળી ચીજ-વસ્તુઓ મામલે મ્યુનિ. આરોગ્ય વિભાગે શહેરમાં 50 સ્થળે દરોડા પાડ્યા હતા. કાર્યવાહીમાં તેલની ગુણવત્તા સહિતની ચીજોની તપાસ કરતાં દાસ ખમણની બોડકદેવ અને દાણાપીઠ બ્રાન્ચમાં એક જ તેલમાં વારંવાર ફરસાણ તળાતું હોવાથી બંને એકમ સીલ કરાયા હતા. તેલની ટીપીસી (ટોટલ પોલર કમ્પાઉન્ડ) 60-80 જેટલી ઊંચી હતી. 13 દિવસમાં જમ્યુનિ.એ 103 ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા, જેના રિઝલ્ટ આવવાના બાકી છે. 228 એકમમાં તપાસ કરી 154 કિલો ખોરાક અને 67 લિટર તેલવાળા પદાર્થનો નાશ કરી 9 હજાર વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.
13 દિવસમાં લીધેલા નમૂના
વસ્તુ | નમૂના |
મીઠાઇ | 20 |
મોરૈયો, તલ | 15 |
બેકરી પ્રોડક્ટસ | 3 |
દૂધ-દૂધની બનાવટ | 10 |
ખાદ્યતેલ | 9 |
મસાલા | 5 |
અન્ય | 29 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.