ચોરીનો ભેદ ઉકેલાયો:​​​​​​​અમદાવાદ સહિત અલગ રાજ્યમાં ફોર વ્હીલરની ચોરી કરનારા 2 ચોર 4 છોટા હાથી સાથે ઝડપાયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પોલીસની પ્રતિકાત્મક તસવીર
  • આરોપીનો છોટા હાથીમાં આઈસક્રીમ વેચવાનો પ્લાન હતો

અમદાવાદ શહેર તેમજ અલગ અલગ રાજ્યમાં વાહન ચોરી કરતા બે શખ્સને પોલીસે ઝડપી પાડી છે. સાથે જ આરોપીઓ પાસેથી પોલીસને 4 ચોરીના વાહનો પણ મળી આવ્યા છે. હાલમાં એલ.સી.બી ઝોન-1ની પોલીસે આરોપીઓ પાસેથી રૂ.10 લાખનો મુદ્દામાલ રિકવર કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અંગે પોલીસને બાતમી મળી હતી. જેથી વસ્ત્રાપુરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ તપાસમાં વાહન ચોરીમાં સંડોવાયેલા ઉદયરામ પ્રજાપતિ અને ભેરૂરામ જાટને અટકાયત કરીને 4 છોટા હાથી તથા બે મોબાઈલ મળીને કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ સાથે જ ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પકડાયેલો એક આરોપી સોલાપૂર ખાતે આઈસક્રીમનો વેપાર ધંધો કરતો હતો. જેથી ધંધા માટે છોટા હાથીની ચોરી કરી તેના ઉપર આઈસક્રીમ વેચવાનો પ્લાન હતો. ચોરીમાં પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ ગુનો નોંધાયા છે. જેમાં ભેરૂરામ 15 વર્ષ પહેલા મુંબઈમાં પણ સોનાના દાગીનાની ચોરી કરતા પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...