તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોર્પોરેશનની કામગીરી:થલતેજમાં મંજૂરી વિના બનેલું બે માળનું મકાન તોડી પડાયું, સરખેજમાં પણ 10 ગેરકાયદે દુકાન તોડાઈ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુલબાઈ ટેકરા ખાતે પાર્કિંગમાં બનાવેલું ભોંયરું દૂર કરાયું

થલતેજ વોર્ડમાં સુભાષચોકથી વિવેકાનંદ ચોક તરફ ચંદ્રલોક સોસાયટીમાં એક રહીશે કોર્પોરેશનની મંજૂરી વગર જ તાણી બાંધેલું બે માળનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. ગુલબાઇ ટેકરા ખાતે આવેલા જાગૃતિ હાઉસમાં પણ પાર્કિંગની જગ્યામાં થયેલા ભોંયરાના બાંધકામને મ્યુનિ.એ તોડી પાડ્યું છે. આ સાથે 3949 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. સરખેજ અંબર ટાવર સામે મ્યુનિ.ના રિઝર્વેશન પ્લોટમાં બનેલી 10 દુકાનોને મ્યુનિ.એ તોડી પાડી છે. આ ઉપરાંત કુબેરનગર જી વોર્ડ ખાતે બસ સ્ટેન્ડ પાસે થયેલા બાંધકામને મ્યુનિ.એ તોડી પાડ્યું હતું. વિંઝોલમાં રાધે ઓમ સીટીથી રેલવે પેરેલલ રોપડા તળાવથી ગામડી તરફના રસ્તા પરના 6 પાકા અને બે શેડ પ્રકારના બાંધકામોને મ્યુનિ. દ્વારા દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો