તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અમદાવાદના કાલુપુર વિસ્તારમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી, કાટમાળ નીચે દટાયેલા 3 લોકોનું રેસ્ક્યુ, એકની હાલત ગંભીર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદના કારણે જર્જરિત થયેલું બે માળનું મકાન ધરાશાયી થયું - Divya Bhaskar
વરસાદના કારણે જર્જરિત થયેલું બે માળનું મકાન ધરાશાયી થયું
  • કાલુપુરમાં આવેલી ભંડેરીની પોળમાં જૂનું મકાન ધરાશાયી થવાનો બનાવ
  • ફાયરબ્રિગેડની ટીમે 20 મિનિટમાં કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યું

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં આજે સવારે બે માળનું જુનું મકાન ધરાશાયી થયુ હતું. જેમાં મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે મકાન જર્જરિત અને જૂનું હોવાથી પડ્યું હોવાનુ ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

ફાયરની ટીમે 20 મિનિટમાં ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યું
શુક્રવારે સવારે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે કાલુપુર ભંડેરી પોળમાં એક મકાન પડ્યું છે અને કેટલાક લોકો દબાયા છે. જેથી પાંચકુવા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી 20 મિનિટમાં ત્રણેય વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જૂનું મકાન હોવાથી વરસાદના કારણે પડી ગયું હતું.

ફાયર બ્રિગેડની ટીમે 20 મિનિટમાં 3 લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા
ફાયર બ્રિગેડની ટીમે 20 મિનિટમાં 3 લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા

અગાઉ દરિયાપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી
નોંધનીય છે કે, બે મહિના અગાઉ દરિયાપુરમાં લખોટાની પોળની આસપાસમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.