ગેરકાયદેસર દબાણ:​​​​​​​અમદાવાદના મકરબામાં આવેલા AMCના રૂ.18 કરોડના બે રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર દબાણો દૂર કરી કબ્જો મેળવાયો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કોર્ટમાં મેટર નીકળી જતા આજે સવારે બાંધકામ તોડી કબ્જો લેવાયો હતો

અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેવામાં આવ્યો છે. જેને હવે ખાલી કરાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવી છે. આજે શહેરના મકરબા વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે રૂ.11.50 કરોડની બજાર કિંમતના રીઝર્વ પ્લોટ નંબર ટીપી સ્કીમ નંબર 84/એ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી કબ્જો મેળવ્યો છે.

સ્કુલ હેતુ માટેના 4000 ચોરસ મીટરના પ્લોટમાં 14 રેસિડેનશીયલ અને 9 કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને તોડી હાલમાં 3388 ચો. મીટર જગ્યાનું પઝેશન મેળવી લેવાયુ છે. એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લોટ બાબતે કોર્ટમાં મેટર ચાલતી હતી. કોર્ટમાં મેટર નીકળી જતા આજે સવારે બાંધકામ તોડી કબ્જો લેવાયો હતો.

ઉપરાંત મકરબામાં જ આ જ પ્લોટની બાજુમાં આવેલા ફાઈનલ પ્લોટ નંબર 98/2(sew & sh)ના હેતુના રિઝર્વ પ્લોટ જેની બજાર કિંમત રૂ. 6.50 કરોડ છે તેમાં 3 કોમર્શિયલ અને 8 રેસિડેનીયલ બાંધકામ દૂર કરી 1650 ચોરસમીટર જગ્યાનો કબ્જો કોર્પોરેશને મેળવ્યો છે. આ રીતે શહેરમાં રિઝર્વ પ્લોટ પર આગામી દિવસોમાં દબાણો દૂર કરી કબ્જો મેળવવાની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...