ધરપકડ:અમદાવાદમાં જ્વેલર્સમાંથી દાગીના ચોરનાર રાજસ્થાનના બે આરોપીઓ ઝડપાયા, 5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આરોપીઓ ઝડપ્યા - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આરોપીઓ ઝડપ્યા
  • તાજેતરમાં આ કેસમાં પોલીસે આનંદ નામના આરોપીની ધરપકડ કરી 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

અમદાવાદમાં લૂંટ અને છેતરપિંડી અને ચોરીના ગુનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને જાણિતા નોકરો ચોરી કરીને ભાગી જતા હોય છે તેવા ગુનાઓ પણ પોલસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ચોરીના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતાં આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચના આરોપીને પકડી પાડવામાં આવ્યાં છે.આ ગુનામાં એક સપ્તાહ પહેલાં એક આરોપી ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે હવે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

5.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
પોલીસને બાતમી મળી હતી કે, મુળ રાજસ્થાનના ગણેશ પરબારામ ઘાંચી તથા કાંતિલાલ કાલુરામ ઘાંચી નામના આરોપીઓ ચોરી કરેલો મુદ્દામાલ સગેવગે કરવાના છે. પોલીસે તેમને બાતમીના સ્થળ પરથી સોનાનો સેટ નંગ 1, સોનાની બંગડી નંગ 4 મળી કુલ 5.10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. આરોપી ગણેશ ઘાંચીએ આરોપી આનંદ મોહનસિંગને ફરિયાદી મુકેશભાઈ હકનારામ ઘાંચીની એમ.એચ. જ્વેલર્સ ખાતે નોકરી રખાવેલ હતો. પોલીસે એક સપ્તાહ પહેલાં આનંદ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 1.10 કરોડના સોનાના દાગીનાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દાગીનાના માલિક પેશાબ કરવા જતા આરોપી થેલો લઈ ભાગ્યો
આરોપી રાજસ્થાનનો રહેવાસી છે. અને રાજસ્થાનમાં જ અલગ-અલગ જગ્યાએ ગુન્હાહિત કાવતરૂ રચી અમદાવાદનાની એમ.એચ.જ્વેલર્સ ખાતે નોકરી કરતો હતો. જ્વેલર્સ માલિક મુકેશ ઘાંચી આનંદ મોહનસીંગ લઈ તારીખ 16 સપ્ટેબરના રોજ એકટીવા લઈ પોતાના ધંધાર્થે શહેરમાં જુદા જુદા વેપારીઓને સોનાના દાગીના સેમ્પલ જુદી જુદી ડીઝાઇનના વજન 4 કિલો 625 ગ્રામના દાગીના બતાવવા નીકળેલા હતાં, ફરતા ફરતા નરોડા વિસ્તારમાં બપોરના સુમારે પહોંચેલ હતાં. તે વખતે ફરીયાદી મુકેશ ઘાંચી પેશાબ કરવા જતાં આ કામનો આરોપી આનંદ આ વાત નો લાભ લઇ સોનાના દાગીના ભરેલ થેલા સહિત એકટીવા લઇ નાસી ગયો હતો.

દાગીના ફરી અમદાવાદ વેચવા આવ્યો ને પકડાયો
એકટીવા ઇન્ડીયા કોલોની પાસે મુકી સોનાના દાગીના ભરેલ થેલો લઇ પોતાના મિત્ર ગણેશ પ્રભારામ ઘાંચીને ફોન કરી બોલાવી તેની સાથે અમદાવાદ છોડી ઉપરોકત બંન્ને આરોપીઓ નાસી ગયેલ હતાં.બાદ ઉપરોકત બંન્ને આરોપીઓ જુદી જુદી જગ્યાઓએ ફરી આખરે રાજ્સ્થાન પહોંચ્યાં હતાં. ચોરી કરેલ સોનાના દાગીના પૈકી કેટલાક દાગીના આરોપી ગણેશ ઘાંચી લઇ નાસી ગયો હતો. હાલમાં આરોપી આનંદ પોતાની પાસે રહેલ સોનાના દાગીના લઇ આજે તે વેચવાના ઇરાદે અમદાવાદમાં આવ્યો હતો. જ્યાં પોલીસે સોનાના જુદી જુદી ડીઝાઇન દાગીના સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગુન્હાના અન્ય આરોપીને ઝડપી પાડવા હાલ તજવીજ જારી છે.