PCBનો સપાટો:અમદાવાદમાં બે દિવસમાં બે રેડ, હવે નરોડા પરમિશનથી ચાલતું જુગારધામ ઝડપાયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
52 હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ - Divya Bhaskar
52 હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ
  • દરબાર વાસમાં સ્થાનિક પોલીસે વરલી મતકનું જુગારધામ ચલાવવાની મજૂરી આપી હતી
  • કૃષ્ણ, ગિરી અને ગઢવીની ત્રિપુટી ફરી ગુનેગારને મદદ કરતા હવે શહેર પોલીસ એક્શન મોડમાં

આજે ખુદ પોલીસ કમિશનરના સ્ક્વોર્ડે નરોડામાં દરોડા પાડીને વરલી મટકાનો જુગાર રમાડી રહેલા સુખાનાં ત્યાં રેડ કરીને 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દરબાર વાસમાં સુખાના ત્યાં જુગારધામ ચાલુ કરવા સ્થાનિક પોલીસે મંજૂરી આપી હતી. એટલું જ નહીં તેમને એમ હતું કે પોલીસ કમિશનરને આ વાતની જાણ નહીં થાય. પરંતુ પોલીસ કમિશનરના નવી સ્ક્વોર્ડે બનતા જ હવે તેમણે રેડ કરીને સપાટો બોલાવ્યો છે.

નરોડા વિસ્તારમાં અગાઉ પણ સ્થાનિક પોલીસ અને ગુનેગારની મિલીભગત હોવાનું સામે આવ્યું છે. પણ હવે આવા પોલીસ કર્મીને કે કંપનીમાં મૂકી દેવાની તૈયારી પોલીસ કમિશનર બનવી દીધી છે. કે કંપનીમાં આવા પોલીસ કર્મીઓ મેડિકલ સર્ટી બનાવીને રજા પર ઉતરી ગયા હતાં. પણ હવે બીજું લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાની વાત ખુદ પોલીસ કમિશનરે જણાવી હતી. આ વખતે આ લિસ્ટમાં આવનાર પોલીસ કર્મીઓને કડક કામગીરી સોંપવામાં આવશે.

પીસીબી દ્વારા આજે નરોડામાં કરવામાં આવેલી રેડમાં 52 હજારનો મુદ્દામાલ અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનરને આ અંગેની જાણ થતાં હવે સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની વિગત જાણવા મળી રહી છે.

થોડા સમય અગાઉ નરોડા વિસ્તારમાં ગુનેગાર એટલા હાવી થઈ ગયા હતા અને પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જે બનાવ બાદ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. તો વાઈરલ વીડિયોએ સમગ્ર પોલીસની ઈમેજ પળવારમાં બગડી નાખી હતી. ત્યારે હવે નરોડા વિસ્તારમાં ક્રિષ્ના, ગિરી, ગઢવીની જોડીએ દિશામાં આગળ વધી રહી છે. જેમણે દારૂ જુગારની મજૂરી આપતા ગૂનેગારો ફરી મોટા થવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...