રાજ્યમાં દિવસેને દિવસે હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરે અમદાવાદ ખેડા હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત પુરપાટ ઝડપે આવતી કાર ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લેતા ઘટના સ્થળે જ બે લોકોના મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો જે રિક્ષા પડીકું બની ગઈ હતી અને લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. હાલ આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 4થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને હાલ અમદાવાદ વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં તમામ લોકોની હાલત નાજુક છે.
અકસ્માતમાં હાલ બે લોકોના મોત નીપજ્યા છે
અમદાવાદ ખેડા હાઇવે પર આવેલા રતનપુર હાઇવે પર પુરપાટ ઝડપે આવતી કારે સાઈડમાં ચાલતી એક રિક્ષાને અડફેટે લેતા કાર બે પલટી ખાઈ ગઈ હતી અને હોટલ એપેક્ષ પાસે પડી હતી જ્યારે અકસ્માતમાં રીક્ષના ભુક્કા નીકળી ગયા હતા..આ અકસ્માતમાં હાલ બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે 4 લોકોથી પણ વધારે લોકોને ગંભીર રીતે ઘાયલ થતા તમામને તાત્કાલિક અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામ લોકોની હાલત ગંભીર જાણવા મળી છે.
ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
અકસ્માતમાં કારમાં રહેલો પરિવાર અમદાવાદના શાહપુરનો રહેવાસી છે અને તમામ લોકો અમદાવાદથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા..સમગ્ર મામલે હાલ ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જ્યારે અમદાવાદના પરિવારના અકસ્માતના સમાચાર મળતા જ હોસ્પિટલમાં પહોંચ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.