તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વસ્ત્રાપુરમાં બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયાનો જથ્થો ઉઠાવી લેનારા બે ઝડપાયા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુરની કન્સ્ટ્રક્શન કંપનીની સાઇટ પરથી બારોબાર ઉઠાવી લેવાયેલા સળિયા ઓછી કિંમતે ખરીદનારા બે વ્યક્તિની ધરપકડ કરી તેમની પાસેથી 10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અનિલ ફેશનની ફેક્ટરી પાસે બે લોકોએ સળિયાનો જથ્થો રાખ્યો છે જે શંકાસ્પદ છે. જેના અાધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં 10 લાખથી વધુની કિંમતનો સળિયાનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે શરાફત હુસેન ઉફેઁ મંગા ગુલામ અબ્બાસ બુખારી (રહે.વટવા જૂના પોલીસ સ્ટેશન પાછળ, વટવા) અને ભાણિયા ઉફેઁ રાજુ ધરમસિંહ મીના (રહે.ઉજાલા સર્કલ, સરખેજ)ની પૂછપરછ કરતા તેમણે આ લોખંડના સળિયા વસ્ત્રાપુર પીએસપી કન્સ્ટ્રક્શન કંપનીની સાઇટ પર કામ કરતા કર્મચારીની સાથે ગોઠવણ કરીને રૂ. સાત લાખમાં બારોબાર ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો