તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી દોઢ કરોડની નકલી નોટો સાથે પેસેન્જર ઝબ્બે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર.
 • તમામ 2 હજારની બનાવટી નોટો મળી આવી

અમદાવાદ રેલવે સ્ટેશન પર બુધવારે સવારે નવી દિલ્હીથી આવેલી રાજધાની એક્સપ્રેસમાંથી ઉતરી ઝડપથી બહાર નીકળવા જતા જીઆરપી પોલીસે એક વ્યક્તિને શંકાના આધારે ઝડપી તપાસ કરતા તેની પાસેથી લગભગ દોઢ કરોડ રૂપિયાની બનાવટી 2000 હજાર રૂપિયાની નોટો મળી આવી હતી, જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, બુધવારે રાજધાની એક્સપ્રેસમાંથી ઉતરી એક વ્યક્તિ પોલીસને જોઈ બીજી તરફ ફરી ગયો હતો. જેથી પોલીસને શંકા જતા તેને અટકાવી તપાસ કરતા તેની બેગમાંથી 2000 હજારની બનાવટી નોટોના બંડલો મળી આવ્યા હતા. જેના પગલે પોલીસ કર્મચારીઓ નોટ ભરેલી બેગ સાથે વ્યક્તિને પોલીસ મથકમાં લઈ આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. નોટોના બંડલ વધુ હોવાથી મોડી રાત સુધી તે ગણવાની અને એફઆઈઆર નોંધવાની કામગીરી હજુ ચાલુ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો