તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:રાણીપમાં તમાકુની નવ હજાર પડીકી સાથે બે લોકો ઝડપાયા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તપાસ કરતાં 2 કોથળામાંથી વિમલના કુલ 900 પેકેટ મળી આવ્યા

રાણીપ હિમાલયા મોલ પાસેથી પોલીસે વિમલ પાન મસાલા અને તમાકુની 9 - 9 હજાર પડીકી ભરેલા 2 થેલા સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે લૉકડાઉન જાહેર થયું તે દિવસથી અમદાવાદમાં પાનના ગલ્લાઓ બંધ કરી દેવાયા છે. ત્યારબાદ શહેરમાં આટલી મોટી સંખ્યામાં પાન મસાલા અને ગુટખાનો જથ્થો પહેલી વખત પકડાયો છે. રાણીપ પોલીસે ગુરુવારે રાણીપ હિમાલયા મોલ પાસેથી બે જુદા જુદા વાહન ઉપર પસાર થઇ રહેલા 2 માણસને રોક્યા હતા. તેમની તપાસ કરાતા તેમની પાસે બે કોથળા મળી આવ્યા હતા. પોલીસે તે બંને કોથળા ખોલીને તપાસ કરતા તેમાંથી વિમલ પાન મસાલાના 300 પેકેટ અને તમાકુના 300 પેકેટ મળી આવ્યા હતા. વિમલ પાન મસાલા અને ગુટખાના 1 - 1 પેકેટમાં 30 -30 પકીડી હતી. આમ બંને પાસેના કોથળાઓમાંથી વિમલ પાન મસાલા અને તમાકુની 9- 9 હજાર પડીકી(કિંમત રૂ.45 હજાર ) મળી આવી હતી. તે સાથે રાણીપ પોલીસે ગૌતમ ભૂરાભાઇ ભરવાડ અને તરુણ ઉર્ફે શેટ્ટી ખુશાલભાઇ પરમારને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો