તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટથી યુુવતીને બ્લેકમેલ કરનારા બે ઝડપાયા

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સોશિયલ મીડિયા પર બે યુવકોએ અંજલી શર્મા નામથી ફેક એકાઉન્ટ બનાવી સૌરાષ્ટ્રની યુવતી સાથે મિત્રતા કરી તેને મેસેજ કર્યા હતા. ત્યારબાદ યુવતીને વીડિયો કોલ કરીને નગ્ન અવસ્થામાં ચેટિંગ કરી સ્ક્રિન રેકોર્ડિંગ કરાયું હતું અને રૂ.51 હજારની માગ કરી બ્લેકમેલ કરી હતી. આ અંગે યુવતીએ ગાંધીનગર સાયબર ક્રાઈમને જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.ટાંકની ટીમે રાજસ્થાનના અલવરથી ઉરસદખાન મેવ(ઉ.૩૩)અને અંકુર આહુજા (ઉં.૩૦) ને પકડ્યા હતા.

ન્યુ રાણીપ​​​​​​​માં પૈસા ચૂકવી ન શકતા યુવકને વ્યાજખોરે અપહરણ કરી માર્યો
​​​​​​​ન્યુ રાણીપ આશ્રય-9માં રહેતા અભિષેક ગુપ્તા(ઉં.36)ને ધંધા માટે પૈસાની જરૂર પડતા રાજુભાઈ નામની વ્યક્તિ પાસેથી માસિક 10 ટકાના વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. અભિષેકે રૂ.86 હજાર ચૂકવ્યા હતા. પરંતુ લોકડાઉન થતા તે બાકીના પૈસા ચૂકવી શક્યો ન હતો. જેથી રાજુભાઈ અને તેના માણસોએ સોમવારે અભિષેકનું કારમાં અપહરણ કરી માર મારી અડધા કલાક બાદ નિર્ણયનગરમાં ઉતાર્યો હતો. અભિષેકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો