અમદાવાદના માર્ગ પર અવારનવાર સ્ટન્ટ કરતા દ્રશ્યો સામે આવે છે. પણ જીવના જોખમેં મુસાફરી કરતા બે લોકોનો વીડિયો હાલ સામે આવ્યો છે. આ વીડિયો અમદાવાદના કાલુપુર સર્કલ પાસેનો છે. જ્યાં આસપાસ ટ્રાફિકના જવાનો પણ બેઠા છે અને આ બે વ્યક્તિઓ તૂફાનના સ્પેર ટાયર પર બેસીને બે શખસો મુસાફરી કરે છે. આ વીડિયો વાઈરલ થતા ખરેખર પોલીસ કેટલી એક્ટિવ છે તે સાબિત થાય છે. જો આમાં કોઈ અકસ્માત સર્જાય અથવા આ લોકો ટાયર પરથી પડે તો પાછળના વાહન નીચે કચડાઈ શકે છે.
ટાયર પર લટકીને જીવના જોખમે મુસાફરી
અમદાવાદ શહેરના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભયજનક વાહન ચલાવતા વાહનચાલકોનો વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને વાહનોમાં મુસાફરી પણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જેમાં કાલુપુર વિસ્તારમાં વાહનની ઉપર નહીં પણ તૂફાનના સ્પેર ટાયર પર લટકીને બે લોકો મુસાફરી કરી રહ્યા છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો જોઈને કોઈ પણના હોશ ઉડા જાય છે. આ વિસ્તારમાં ભરચક ટ્રાફિક હોય છે અને સતત ટ્રાફિકના જવાનો ફરજ પણ બજાવતા હોય છે. છતા પણ આ શખસો તેમની નજરે ચડતા નથી.
ટ્રાફિક પોલીસની કામગીરી પર મોટો સવાલ!
આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે વાહનના ટાયર પર બે યુવકો લટકેલા છે. તેમાં કોઈ પકડવાની જગ્યા નથી. જો ડ્રાઈવર અચાનક બ્રેક મારે અને બન્નેમાંથી કોઈ પણ નીચે પડકાય તો પાછળથી આવતું વાહન તેમને સો ટકા નુકસાન કરી શકે તેમ છે. આવા દ્રશ્ય સામે આવ્યા બાદ ખરેખર કેટલી ભયજનક રીતે લોકો મુસાફરી કરી રહ્યા છે તે ચોકાવનારા બાબત છે. ત્યાં આસપાસ કાલુપુર સર્કલ નજીક સંખ્યાબંધ ટ્રાફિક જવાનો ટોળા થઈને ઉભા દેખાઈ રહ્યા છે. વાહન બિન્દાસ ત્યાંથી જઈ રહ્યું છે, કોઈએ વાહન રોકવાની તસ્દી પણ લીધી નહીં. હવે વાહનમાં લટકેલા આ યુવકો જીવના જોખમથી મુસાફરી કરી છે, ત્યારે આના માટે કોણ જવાબદાર છે? અથવા કોની સામે એક્શન લેવી જોઈએ તે મહત્ત્વનો પ્રશ્ન છે.
ટ્રાફિકના ડીસીપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો
આ અંગે ટ્રાફિકના ડીસીપી સફીન હસનને સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમને ફોન ઉપાડ્યો નહોતો. જ્યારે આ અંગે અન્ય પોલીસ કર્મચારીઓને જાણ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.