• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Two People, Including The Then Manager Of PNB, Who Committed Fraud Of Rs 40 Lakh In Ahmedabad, Were Jailed For 5 Years And Fined Rs 21.50 Lakh.

ચુકાદો:અમદાવાદની PNBમાં 40 લાખનું ફ્રોડ કરનાર તત્કાલિન મેનેજર સહિત બે લોકોને 5 વર્ષની જેલ અને 21.50 લાખનો દંડ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • CBIએ 2004માં આ કેસમાં ફરિયાદ કરી,2006માં ચાર્જશીટ દાખલ થઈ હતી
  • બેંકના મેનેજરે ખોટા દસ્તાવેજોના આધારે કેશ ક્રેડિટની સુવિધા આપી હતી

પંજાબ નેશનલ બેંકનો વિવાદ હવે નવો નથી રહ્યો. નીરવ મોદીથી લઈને મેહૂલ ચોકસી સુધીના ભાગેડુઓએ બેંકને જે ચૂનો લગાવ્યો છે તેની પણ હવે કોઈ નવાઈ નથી રહી. પરંતુ અમદાવાદમાં પંજાબ નેશનલ બેંકની આંબાવાડી શાખામાં 40 લાખનું નુકસાન કરવા મુદ્દે બેંકના તત્કાલિન મેનેજર તથા અન્ય બે વ્યક્તિઓને પાંચ વર્ષની જેલની સજા સાથે 21 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

CBIએ 2004મા ફરિયાદ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સીબીઆઈએ અમદાવાદમાં પંજાબ નેશનલ બેંકની આંબાવાડી શાખાના તત્કાલિક મેનેજર તથા અન્ય લોકો વિરૂદ્ધ 2 ડિસેમ્બર 2004ના રોજ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપ હતો કે, આંબાવાડી શાખાની પંજાબ નેશનલ બેંકના તત્કાલિન મેનેજરે અમદાવાદ સ્થિત ખાનગી કંપનીના માલિક મયંક બચુભાઈ શાહને તેમની પોતાની સંપત્તીના ભૌતિક નિરીક્ષણ કર્યા વિના જ ખોટા દસ્તાવેજોના આધારે અન્ય આરોપીઓ સાથેના ષડયંત્રમાં 40 લાખની કેશ ક્રેડિટ પાસ કરી હતી. જેથી બેંકને 40 લાખનું નુકસાન થયું હતું.

2006માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી
આ મામલે તપાસ થયા બાદ 6 ઓક્ટોબર 2006ના રોજ ચાર્જશીટ દાખલ કરવામા આવી હતી. આ કેસમાં કોર્ટમાં ચાલી જતાં બાદમાં પંજાબ નેશનલ બેંકના તત્કાલિકન મુખ્ય મેનેજર સહિત 2 આરોપીઓનું મૃત્યુ થયું હતું. ટ્રાયલ કોર્ટે આ કેસમાં આરોપીને દોષિત ઠેરવ્યા હતાં. જ્યારે અન્ય બે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતાં. કોર્ટે આરોપીઓને પાંચ વર્ષની સજાની સાથે 21.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. પંજાબ નેશનલ બેંકના તત્કાલિન મુખ્ય મેનેજર સંજીવ કમલકર ઈનામદારને પાંચ વર્ષની સાધારણ સજા સહિત 7.50 લાખનો દંડ, જૈનલ એન્ટરપ્રાઈઝના માલિક મયંક બચુભાઈ શાહ અને રિકિન બચુભાઈ શાહને પાંચ વર્ષની સાધારણ જેલની સજા સાથે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...