છેતરપિંડી:સરખેજના ફેક્ટરી માલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કર્મચારી સહિત 2 લોકોએ રૂ. 31.50 લાખ પડાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જુહાપુરામાં ઈકરા હોસ્પિટલની પાસે બાગે ફિરદોશ સોસાયટીમાં રહેતા જાવેદ ગેરેરિયા (ઉં.30) સરખેજ રલવેે સ્ટેશન પાસે ક્લાસિક એસ્ટેટમાં રૂબી પેકેજિંગ નામથી ફેક્ટરી ધરાવે છે. જાવેદભાઈને મ્યુનિ.માંથી ગુમાસ્તા ધારા અને બીજા લાઇસન્સ કઢાવવાના હોવાથી તેમની ફેક્ટરીના કર્મચારી આરીફ ઘાંચીએ તેના મિત્ર યુસુફ શરીફ ઘાંચી સાથે મુકાલાત કરાવી હતી.

આ બંનેએ લાઇસન્સ કઢાવવા માટે જાવેદભાઈ પાસેથી રૂ.3.50 લાખ પડાવી લીધા હતા, પરંતુ લાઈસન્સ અપાવ્યાં ન હતાં. જ્યારે યુસુફને દેવું થઈ જતા ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં જાવેદભાઈનું નામ લખાવીને ફસાવી દેવાની ધમકી આપીને આરીફ ઘાંચી અને યુસુફ ઘાંચીએ જાવેદભાઈ પાસેથી ટુકડે ટુકડે રૂ. 31.50 લાખ પડાવી લીધા હતા. આ અંગે જાવેદભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...