દાણચોરી:દુબઈથી અમદાવાદ આવેલા બે મુસાફરોની 12 લાખની કિંમતના સોનાના બે કડા સાથે ધરપકડ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • બંને મુસાફરોની શંકાસ્પદ હિલચાલ દેખાતા કસ્ટમના અધિકારીઓને તેમની પર શંકા ગઈ હતી
  • સોનું કોને ડિલિવર કરવાનું હતું તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી

કોરોનાની ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવાની સાથે સાથે હાલમાં દુબઈ એક્સ્પોના કાણે ભારતથી દુબઈની ફ્લાઈટો શરૂ કરી દેવામાં આવતાં દાણચોરો પણ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદ એરપોર્ટ પર પણ હવે મુસાફરોની સંખ્યા વધી છે. બીજી તરફ એરપોર્ટ ફરી વાર ધબકતું થતાં દાણચોરીની ઘટનાઓ પણ વધવા માંડી છે. દુબઈથી અમદાવાદ આવેલા બે મુસાફરોને 12 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. જ્યારે કુવૈતથી આવેલા એક મુસાફરને સોનાની દાણચોરીના ગુનામાં પકડ્યો છે.

કસ્ટમના અધિકારીઓને મુસાફરો પર શંકા ગઈ હતી
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા બે મુસાફરોની સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બંને મુસાફરો ઈમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ પોતાનો લગેજ લેવા માટે આગળ વધ્યા હતાં. જ્યાં આ બંને મુસાફરોની શંકાસ્પદ હિલચાલ દેખાતા કસ્ટમના અધિકારીઓને તેમની પર શંકા ગઈ હતી. બંને મુસાફરો કસ્ટમ તરફ આગળ વધતાં હતાં ત્યારે તેમને અટકાવીને પુછપરછ કરવામાં આવી હતી.

બુટમાં છુપાવેલા સોનાના બે નંગ કડા મળ્યા
આ દરમિયાન તેમના લગેજ ખોલીને ચેક કરવામાં આવતાં તેમાંથી કશું નીકળ્યું નહોતું. પણ તેમને મેટલ ડિટેક્ટરથી ચેક કરતાં બીપ અવાજ આવ્યો હતો જેથી તેમણે કંઈક છુપાવ્યું હોવાનું જણાવતા તેમણે ઈનકાર કર્યો હતો. બંને મુસાફરોની શંકાસ્પદ હિલચાલને કારણે તપાસ કરવામાં આવતાં કપડાંની અંદર અને બુટમાં છુપાવેલા સોનાના બે નંગ કડા મળી આવતા કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ગયાં હતાં.

ભારતીય બજારમાં સોનાની કિંમત 12 લાખ થાય છે
કસ્ટમના જણાવ્યા પ્રમાણે હાથમાં પહેરવાના આ કડા સોનાના હોવાથી ભારતીય બજારમાં તેની કિંમત 12 લાખની થવા જાય છે. કસ્ટમના નિયમ મુજબ મેલ પ્રવાસી 20 હજાર અને ફિમેલ પ્રવાસી 40 હજારનું સોનું લાવી શકે છે. તે પણ જ્વેલરી ફર્મમાં હોવું જોઈએ. કસ્ટમમાં ડિક્લેરેશન ફોર્મ ભરવું પડે છે. વિદેશમાં એક વર્ષનું ફરજિયાત રોકાણ હોવુ જોઈએ તે બંને મુસાફરોએ દાણચોરીના ઈરાદાથી સોનું ભારતમાં ઘુસાડ્યું હતું. આ સોનું કોને ડિલિવર કરવાનું હતું તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.