તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:રખિયાલની પંકજ ઈન્ડસ્ટ્રીમાં ઓઇલમાં આગ લાગતા 2 ઓઇલ ટેન્ક ખાખ, જાનહાની નહીં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ટીમે 2 કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

રખિયાલમાં ગુજરાત બોટલ ઈન્ક પાસેની પંકજ ઈન્ડસ્ટ્રીમાં ઓઈલ ફાયર થતા બે ઓઈલ ટેન્ક બળીને ખાખ થઈ ગઈ હતી. જેની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

રખિયાલની ઓઇલ ફેક્ટરી પંકજ ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જેનાં લીધે ઈન્ડસ્ટ્રીમાં રહેલા બે ઓઈલ ભરેલા ટેન્કર બળીને ખાખ થઈ ગયા હતા. ગુરુવારે બપોરે 3 વાગ્યે લાગેલી આગ પ્રસરીને ઓઈલ ભરેલા ટેન્કરમાં ફેલાતા ફાયરની ટીમ આગને કાબૂમાં લાવવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જેથી 2 કલાક દરમિયાન પાણીના મારા બાદ ફાયરની ટીમે આગને શમાવી દીધી હતી. આગ લાગવાની સાથે ફેક્ટરીના કર્મચારીઓએ સ્થળ છોડી દીધું હોવાને લીધે કોઈ જાનહાનિ થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...