તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદથી બે દંપતી 2 એપ્રિલે ગોવા ફરવા ગયા હતા અને 5 એપ્રિલે અમદાવાદ આવવાનું હતું. અમદાવાદ આવતા લોકો માટે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત હોવાથી તેઓ ગોવાના હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં બંને પતિના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગોવાના સ્થાનિક તંત્રે તેમને હોટલમાં ક્વોરન્ટાઈન થવા જણાવ્યું હતું. જો કે બંનેએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પગલે ફ્લાઈટમાં પરત આવવાને બદલે તેઓએ અમદાવાદથી કાર મગાવી તેમાં પરત ફરી રહ્યાં છે.
શહેર ટૂર ઓપરેટર આલાપ મોદીએ જણાવ્યું કે, રિપોર્ટ પોઝિટિવ આવતાં બંનેને હોટલમાં ક્વોરન્ટાઈન થવા જણાવ્યું હતું. જો કે તેમણે અમદાવાદ આવી ક્વોરન્ટાઈન થવાનું કહેતાં તંત્રે ના પાડી દીધી હતી. જો કે તેમને કોઈ લક્ષણ જણાતાં ન હોવાથી તેઓ ફરીથી ટેસ્ટ કરાવવા ત્યાંની ખાનગી લેબોરેટરીમાં ગયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે તેમને અમદાવાદ જવાની મંજૂરી આપી હતી.
માલદીવ ગયેલા યુગલમાંથી એક પોઝિટિવ, ક્વોરન્ટાઈન માટે રૂ.10 લાખ ચૂકવવા પડ્યા
અન્ય એક ઘટનામાં અમદાવાદનું જ યુગલ ફરવા માટે માલદીવ ગયું હતું. ત્યાંથી પરત ફરતા પહેલાં તેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રે તેમને હોટલમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કર્યાં હતાં. તેમનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થતાં તેમની પાસેથી હોટલનું 10 લાખ રૂપિયા ભાડું વસૂલાયું હતું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.