તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત ATSની કાર્યવાહી:ઓઈલ કંપનીઓની પાઈપલાઈનમાં પંચર પાડી 300 કરોડનું ઓઈલ ચોરનારી ગેંગના વધુ બે સાગરિત ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ATS સાથે બે આરોપી મહમંદ વસીમ અને મુનેશ ગુર્જર. - Divya Bhaskar
ATS સાથે બે આરોપી મહમંદ વસીમ અને મુનેશ ગુર્જર.
  • બે આરોપીની ગુજસીટોક હેઠળ એટીએસએ કરી ધરપકડ
  • મુખ્ય આરોપી સંદિપ ગુપ્તા અગાઉ મુંબઈથી ઝડપાયો હતો..

દેશભરમાં ઓઈલ સપ્લાય કરતી કંપનીઓની પાઈપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર સંદિપ ગુપ્તા ગેંગના વધુ બે આરોપી મહમંદ વસીમ અને મુનેશ ગુર્જરની ગુજસીટોક હેઠળ એટીએસએ ધરપકડ કરી છે. આરોપીઓએ 14 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી 300 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું ખૂલ્યું હતુ. મુખ્ય આરોપી સંદિપ ગુપ્તા અગાઉ મુંબઈથી ઝડપાયો હતો..

15 વર્ષથી ઓઈલ ચોરી કરતા
દેશના અલગ અલગ રાજ્યોમાં 14 જેટલી ઓઈલ લાઈનોમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા અને તેની ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો. ગુજરાત ATSએ સંદિપ ગુપ્તા ગેંગના વધુ બે આરોપી મહમંદ વસીમ અને મુનેશ ગુર્જરને ઝડપી લીધા છે. અગાઉ દુબઈથી મુંબઈ આવી રહેલા સંદિપ ગુપ્તા અને તેના સાગરીત નિશાંત કર્ણિકની ધરપકડ કરી હતી. આરોપી રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળમાં કોલકતા, બિહાર, મધ્યપ્રદેશ,હરિયાણા અને ચિત્તોડગઢમાં ઓઇલ ચોરીના ગુના આચર્યા છે. આરોપીઓ છેલ્લા 15 વર્ષથી ઓઈલ ચોરી કરતા હોવાનું ખુલ્યું છે.

નિશાંત કર્ણિક અને સંદીપ ગુપ્તા
નિશાંત કર્ણિક અને સંદીપ ગુપ્તા

માસ્ટર માઈન્ડ ગુડગાંવનો રહેવાસી
ઓઈલ ચોરી કરતી આતંરરાજ્ય ગેંગનો માસ્ટર માઈન્ડ સંદિપ ગુપ્તા હરિયાણાના ગુડગાંવનો રહેવાસી છે. તેના પિતા દિલ્હીમાં પેટ્રોલપંપ ચલાવતા હતા. જ્યારે સંદિપ બળેલા ઓઈલનો ધંધો કરતો હતો. ત્યાર બાદ તેણે ઓઈલ ચોરી કરવા માટે ગેંગ બનાવી હતી.

ગેંગની મોડસઓપરેન્ડી
આ ગેંગની મોડ્સઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ ઓઇલની પાઈપ લાઈનમાં પંચર કરવા 300થી 400 મીટર પોતાની લાઇન નાંખતા હતા. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરમાં ટેન્કરની ટાંકી ફીટ કરી ઓઇલ ચોરી કરી દેશભરમાં વેચાણ કરતો હતો. આરોપીઓ જુના ટેન્કર ખરીદીને તેનું આરટીઓ પાસિંગ મેળવીને જુદા-જુદા રાજ્યોમા ઓઈલ ચોરી કરતા હતા.

આ ઓઈલ ચોરી કરતી ગેંગ અગાઉ 2013મા રાજસ્થાનમાં ઝડપાઈ હતી. ગુજરાતમા પણ મોરબી, ખેડા અને વડોદરા જિલ્લામાં કરોડોનુ ઓઈલ ચોરી કર્યું હતું. જેથી આ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધાતા એટીએસએ અત્યાર સુધીમા માસ્ટર માઈન્ડ સંદિપ ગુપ્તા અને તેની ગેંગ સહિત 4ની ધરપકડ કરી છે. જ્યારે હજુ ફરાર ગેંગના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો