ઠંડા પવનનું જોર ઘટ્યું:હજુ બે દિવસ સવાર-સાંજ ઠંડક, બપોરે ગરમીની વકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઠંડા પવનનું જોર ઘટ્યું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર ઘટ્યું છે, અમદાવાદ સહિત 15 શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રી પાર કરી જતાં ઠંડી ઘટી છે. નલિયામાં સૌથી વધુ 12.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. બે દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમી રહેવાની શક્યતા છે.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 2 ડિગ્રી વધીને 30.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 16.7 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારથી બપોરના 12 સુધી ઠંડક વર્તાઇ હતી, પણ બપોરથી સાંજ સુધી ઠંડકમાં ઘટાડો થયો હતો.

અમદાવાદના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. બે દિવસ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટ્યા પછી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડકમાં ફરી વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના લીધે લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...