તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કૃષ્ણનગરમાં જ્વેલરી શોપમાં લૂંટના કેસમાં વધુ બે ઝડપાયા

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સાઉથ ઈન્ડિયન ફિલ્મ જોઈને જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરતાં ઝડપાયેલા દંપતીની પૂછપરછ બાદ કૃષ્ણનગર પોલીસે આ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. કૃષ્ણનગરના પંચમ મોલ ગહના જ્વેલર્સમાં તાજેતરમાં ગ્રાહકના સ્વાંગમાં આવી, દાગીના જોવાને બહાને એક દંપતીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાનદાર અને સ્ટાફની સતર્કતાને કારણે દંપતી લૂંટ કરીને નાસી જાય તે પહેલાં ઝડપી લેવાયું હતું.

આરોપી દંપતીની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, સિલાઈકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી. આ ગુના માટે તેમને પિસ્તોલ આપવા તેમજ અન્ય રીતે મદદ કરનાર બે વ્યક્તિના નામ ખુલ્યા હતા. કૃષ્ણનગર પોલીસે હિરેન રસિક પ્રજાપતિ તથા મનીષ બિપીન પટેલની ધરપકડ કરી હતી. તેમજ ગુનો નોંધ્યો હતો.

પોલીસે પિસ્ટલ, બે ચપ્પુ, હથોડી અને પ્લાસ્ટિકની પટ્ટીઓ પણ કબજે કરી
ફિલ્મમાં દર્શાવ્યા પ્રમાણે જ્વેલર્સની દુકાનમાં લૂંટ માટે આરોપીઓએ એકત્ર કરેલી પિસ્ટલ, લોખંડની હથોડી, બે ચપ્પુ અને પ્લાસ્ટિકની 20 પટ્ટીઓ ભરેલો થેલો પોલીસે કબજે કર્યો હતો. ગુનામાં મદદગારી બદલ અન્ય બે આરોપીની પણ ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...