ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રેશન કૌભાંડ:વધુ બેની ધરપકડ કરી, સાઈબર ક્રાઈમની ટીમ પશ્ચિમ બંગાળથી પકડી લાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાઉન્સિલના નામે ખોટા સર્ટિ. અપલોડ કરી કૌભાંડ કર્યું હતું

ગુજરાત ફાર્મસી કાઉન્સીલના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટનુ બનાવટી સર્ટીફીકેટ બનાવીને તેમજ આર કે યુનિવર્સીટી ના બેચલર ઓફ ફાર્મસીના બનાવટી માર્કશીટ તેમજ સર્ટીફીકેટ બનાવી કાઉન્સીલની જાણ બહાર તેમાં પ્રવેશીને વેબસાઈટમાં બનાવટી ડેટા અપલોડ કરી તેમાં ચેંડા કરવાના કૌભાંડમાં વોન્ટેડ બે વ્યકિત અતુન પાત્રા અને સુધાકર ઘોષની સાયબર ક્રાઈમ પોલીસે પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી છે.

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સીલના રજિસ્ટ્રાર જશુભાઈ ચૌધરી( રહે. તિરુપતિ ટાઉનશીપ, નાગલપુર, મહેસાણા) ફાર્મસી કાઉન્સીલની તમામ દેખભાળ તેમજ લીગલ કાર્યવાહી કરવાનો તેમજ વહીવટ કરવાની જવાબદારી સંભાળે છે. જેમાં જુદીજુદી ફાર્માસીસ્ટોના રજિસ્ટ્રેશનને લગતી કાર્યવાહી તેમની ઓફીસેથી કરવામાં આવે છે. તેમજ ગુજરાત બહારના ફાર્માસીસ્ટો ગુજરાતમાં રજીસ્ટ્રેશન ટ્રાન્સફર લેવા માંગતા હોય તો તે અંગેની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

કાઉન્સીલના ધ્યાને આવ્યુ હતુ કે કોઈ અજાણી વ્યકિતઓએ 14 સપ્ટેમ્બર,2020ના પહેલા ફાર્મસી કાઉન્સિલનુ રજીસ્ટર્ડબનાવટી સર્ટીફૅીકેટ બનાવી તેમજ રાજકોટની આર કે યુનિવર્સીટી ના બેચલર ઓફ ફાર્મસીના બનાવટી માર્કશીટ તેમજ સર્ટીફીકેટ બનાવ્યા હતા.

આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ
પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં આરોપીઓ તરફે એડવોકેટ પ્રતિક નાયકે રજૂઆત કરી હતી કે તેઓ નિર્દોષ છે કશું જાણતા નથી. અગાઉ પકડેલા આરોપીની તપાસમા આ લોકોના નામ આવતા ધરપકડ કરવામાં આવી છે જેથી તેમની રિમાન્ડ અરજી નામંજુર કરવી જોઈએ. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...