ઉત્તમ કામગીરી:માતા-પિતાના ઠપકાથી બે સગીર બહેનપણીઓ ટ્યુશનથી લો-ગાર્ડનમાં પહોંચી, મહિલા હેલ્પલાઇનની ટીમે સમજાવી ઘરે પરત મોકલી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ત્યાં પહોંચી બંને બહેનપણીઓને ઘરે લઇ ગયા હતા

રાજ્યમાં બાળકીઓ અને યુવતીઓ સાથે છેડતી તેમજ બળાત્કારની ઘટનાઓ હવે ધીમે ધીમે વધી રહી છે જેથી અનેક માતા-પિતાઓને પોતાની દીકરીઓની ચિંતા થવા લાગી છે. આ ચિંતાના કારણે માતા-પિતા પોતાની સગીર વયની બાળકીઓને ટકોર કરતા હોય છે. અમદાવાદમાં બે સગીરવયની બહેનપણીઓ પોતાના માતા-પિતાના ઠપકાના કારણે ટયુશનમાંથી સીધી લો-ગાર્ડનમાં જઈને બેઠી હતી. જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ત્યાં પહોંચી બંને બહેનપણીઓને ઘરે લઇ ગયા હતા. જ્યાં બંનેના માતા-પિતાને સગીરવયના બાળકોને શાંતિ પૂર્વક સમજાવવા અને સગીરાઓ હાલમાં બનતી ઘટનાઓ અંગે માહિતી આપીને બંન્ને સગીરાઓ તેમના માતા-પિતાને સોંપીને મામલો થાળે પાડ્યો હતો.

સગીરાના પિતા કારણ વગર શંકા કરી મારપીટ કરતા
મહિલા હેલ્પલાઇન અભયમ 181માં નાગરીકે ફોન કરીને જણાવ્યું હતુ કે, આશરે 16 વર્ષની બે સગીરાઓ લો-ગાર્ડન માં બેસેલી છે અને ઘરેથી ભાગી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચીને પુછપરછ કરી ત્યારે બંન્ને બહેનપણી હોવાનું અને ટ્યુશન બાદ તેઓ ઘરે પરત ગયેલ ન હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી આ અંગે નું કારણ પુછતા એક સગીરાએ પોતાના વ્યસની પિતાના કારણ વગર શંકા કરવાની આદત તથા મારપીટ પણ કરતા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે બીજી સગીરાએ માતા દ્વારા અવારનવાર બોલચાલી કરવામાં આવતી હોવાનું તથા અગાઉ એક છોકરા સાથે અફેર હોય જેથી ટ્યુશન કે સ્કુલેથી આવતા મોડુ થાય તો ઝઘડો કરતી હોવાનું જણાવ્યું હતુ.

દિકરીઓને સમયસર ઘરે આવવા કહેતા ટોર્ચર લાગે છે: માતા-પિતા
જેથી હેલ્પલાઇનની ટીમે તેમના માતા-પિતાને બોલાવીને કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતુ કે, હાલના સમયમાં બળાત્કારના કેસ વધતાં દિકરીઓ માટે ચિંતા થાય જેના કારણે કડક સ્વભાવ રાખવામાં આવે છે. પરંતુ સગીરાને મારઝુડ કરવી તે યોગ્ય ન કહેવાય જો કે એક સગીરાના માતા-પિતા દ્વારા જાણવા મળ્યું હતુ કે, તેમની દિકરી અગાઉ ઘરેથી ભાગી ગયેલ હતી અને સગીરાને ઘરના કામ કરવાનું કહેવુ કે ટાઈમથી સ્કુલ-ટ્યુશનથી પરત આવતા જણાવતાં તો તેઓને ટોર્ચર લાગે છે. તમામ બાબત જાણીને અભયમની ટીમે માતા-પિતાઓને તેમના બાળકને પ્રેમથી સમજાવવાની માહિતી આપી તો બીજી બાજુ સગીરાઓને પણ હાલ અભ્યાસ પર ધ્યાન આપવાનું તથા ભવિષ્ય સારુ બને તે વિચારવાની માહિતી આપીને બંન્ને સગીરાઓ તેમના માતા-પિતાને સોંપીને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...