તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:વલસાડમાં 7 કરોડની લૂંટ કરનારા છોટા રાજન ગેંગના બે ઝડપાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જાન્યુઆરીમાં IIFLની ઓફિસમાં બંદૂકની અણીએ લૂંટ કરી હતી
  • એટીએસની ટીમે મુંબઈ અને કર્ણાટકથી બંનેને ઝડપી લીધા

એટીએસની ટીમે વલસાડ ખાતે આઈઆઈએફએલની ઓફિસમાં થયેલી 7 કરોડની લૂંટ તથા ખૂન, ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી રાજન ગેંગના બે સાગરિતોને પકડી પાડ્યા છે.
આ અંગેની વિગત આપતા એસીપી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2020માં ચણોદ વાપી સેલવાસ રોડ પર આવેલી ઈન્ડિયા ઈન્ફોલાઇન ફાઇનાન્સ લિમિડેટ ( આઈઆઈએફએલ)ની ઓફિસમાં બંદૂકની અણીએ અને નારિયેળ કાપવાના છરા સાથે ઘૂસી જઈ સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ અંદાજિત રૂ. 7 કરોડની લૂંટ કરી હતી. 
એટીએસની ટીમે શરમત બૈગ ઉફૅ ખલીલ બેગ (રહે. નિર્મલ એપાર્ટમેન્ટ, નાલાસોપારા ઈસ્ટ મુંબઈ)ને મુંબઈથી તેમજ સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના કુમાર નાયક (રહે. ચીકમંગલૂર, કર્ણાટક)ને કર્ણાટકથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
આરોપી પાસેથી 70 લાખ રોકડા કબજે કરાયા
આરોપી સંતોષ નાયક પાસેથી રોકડા રૂ.70 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ છોટા રાજન ગેંગના સક્રિય સભ્ય હોવાનું તેમની પૂછપરછમાં જણાઈ આવ્યું છે. તેમણે એવું પણ કબૂલ્યું હતું કે, તેમણે છોટા રાજનના કહેવાથી ડોન દાઉદ ઈબ્રાહીમના ખાસ ગણાતા એવા કૈયુમ કુરેશી અને ઈકબાલ ફૂંટારાની મુંબઈમાં હત્યા કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...