તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોંગ્રેસના સ્થાપનાદિન કાર્યક્રમમાં IT સેલના બે નેતા બાખડી પડ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સેલમાં પોતપોતાના માણસોની નિમણૂક મુદ્દે વિવાદ
 • ધ્વજવંદન કાર્યક્રમ પછી શાબ્દિક ટપાટપી એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે બંને લગભગ મારમારી પર ઉતરી આવ્યા, ટોચના નેતાઓએ સ્થિતિ સંભાળી

કોંગ્રેસના સ્થાપના દિવસના ધ્વંજ વંદનનો કાર્યક્રમ યોજાયા પછી એકાએક બે યુવા નેતાઓ વચ્ચે આઇટી સેલમાં નિમણૂકને લઇને બોલાચાલી થઇ હતી. બંન્ને નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી એટલી થઇ ગઇ કે એક તબક્કે બંન્ને છૂટ્ટા હાથની મારમારી કરશે તેવી સ્થિતિ હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતા હાજર હોવાથી મામલો વણસ્યો નહીં.

અમદાવાદ આઇટી સેલના પ્રમુખ કૃતાર્થ દવે અને જીગર મહારાજ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વંજ વંદન કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમ પુરો થયા પછી સૌ નેતાઓ ઉભા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,ભૂમન ભટ્ટ સહિત અનેક નેતાઓ હાજર હતા. આ દરમિયાનમાં કૃતાર્થ દવે અને જીગર મહારાજ એક બીજા સાથે સામાન્ય વાતચીત કરતા હતા. દરમિયાનમાં એકાએક બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.

સૂત્રોના કહ્યા પ્રમાણે અમદાવાદ આઇટી સેલમાં નિમણૂકના મુદ્દે અસંતોષ હોવાથી જીગર મહારાજ અને કૃતાર્થ દવે વચ્ચે જીભાજોડી થઇ હતી. એવું કહેવાય છે કે,આઇટી સેલના પ્રદેશના એક નેતા અને પૂર્વ નેતા એમ બંન્ને નેતાઓના ટેકેદારોને નિમવાના મામલે ગજગ્રાહ હોવાનું બહાર આવ્યું હતું. આ ગજગ્રાહના પરિણામ સ્વરૂપ આ બંન્ને નેતાઓ ઝઘડ્યા હોવાનું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે. આ જીભાજોડી એટલી ઉગ્ર બની ગઇ હતી કે બંન્ને એકબીજા સામે મારામારી કરશે તેવું જણાતા હાજર નેતાઓએ દરમિયાનગીરી કરી હતી. છેવટે મામલો શાંત પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો