સ્ટાર્ટઅપ:એલડી એન્જિનિયરિંગમાં ભણેલા બે વિદ્યાર્થીએ કોલેજના ઝાંપે પંઢરપૂરી ચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
  • સિવિલ એન્જિનિયરે 40 હજારના પગારની સરકારી નોકરી છોડી વ્યવસાય શરૂ કર્યો

અમરેલી પાસેના રાંઢીયા ગામના ઉમેશ બાબરિયા નામના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ મોટી ઓફરો અને સરકારી નોકરી મૂકીને મિત્ર સચિન સોલંકી સાથે મળીને પોતે જ્યાં ભણ્યા હતા તે એલ.ડી. એન્જિનયરિંગ કોલેજની બહાર જ પંઢરપુરી ચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ઉમેશ બાબરિયાએ કોરોના પહેલા એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ સિવિલ કર્યું. તે પછી તેને સરકારી વિભાગમાં 40 હજારના પગારે એન્જિનિયર તરીકેની નોકરી પણ મળી. ઉમેશ બાબરિયાના મનમાં વ્યવસાય કરવાનો વિચાર હતો. તેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સેફ્ટી ઓફિસર તરીકે નોકરી મળી હતી.

આ દરમ્યાન તેના પિતરાઈ ભાઈ સુરતમાં ટેક્સટાઈલના વ્યવસાયની સાથે સાથે પંઢરપુરી ચાનું વેચાણ શરુ કર્યુ હતુ. આ વ્યવસાયને સારો એવો પ્રતિસાદ મળતા ઉમેશને થયું કે હું પણ આ જ દિશામાં કેમ આગળ ન વધું ? અને બસ અમદાવાદમાં એલ ડી એન્જિનિયરીંગ કોલેજના મુખ્ય ઝાંપા પાસે પંઢરપૂરી ચાનું આઉટલેટ શરૂ કર્યું. આ વ્યવસાયમાં તેની સાથે એલ ડી એન્જિનિયરીંગ કોલજમાંથી જ મિકેનિકલ એન્જિનિયર થયેલા સાવરકુંડલાના મિત્ર સચિન સોલંકી પણ જોડાયા છે. 18 ડીસેમ્બરથી તેણે પંઢરપુરી ચાના બેનર હેઠળ આ વ્યવસાય શરૂ કર્યો છે.

મશીનો પર પ્રયોગને બદલે નવો વ્યવસાય
એલ ડી એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં કોલેજના જ વિદ્યાર્થીએ શરૂ કરેલા પંઢરપુર ચાના વ્યવસાયને લઈને ભારે કુતૂહલ છે. મશીનો પર એક્સપરિમેન્ટ કરવાને બદલે ચા સાથે પ્રયોગ કરતાં એન્જિનિયર વિદ્યાર્થીની આવડતથી કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો અને ગ્રાહકો પણ ચકિત છે

અન્ય સમાચારો પણ છે...