સાયબર ગઠીયા:કૃષ્ણનગરમાં પેમેન્ટ એપનું સ્પીકર રીપેર કરવા હેલ્પ લાઇનમાં ફોન કરતા ખાતામાંથી બે લાખ ઉપડી ગયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં નાસ્તાની લારી ધરાવતા યુવકે લીધેલા પેટીએમના સાઉન્ડ માં અવાજ બંધ થઈ જતા તેણે રીપેરીંગ માટે ઓનલાઈન હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. જેમાં સાયબર ગઠીયાએ તેના બેંક ખાતામાંથી અલગ અલગ મળી કુલ રૂ. બે લાખ ઉપાડી લીધા હતા.

મુળ મધ્યપ્રદેશના અને હાલમાં નવાનરોડા ચિત્રકુટ આવાસ યોજનાના મકાનમાં ભાડે રહેતા જીતુ પ્રભુદયાલ ડોહરે નિકોલમાં ફ્રેન્કીની લારી ધરાવી વેપાર કરે છે. ધંધા માટે તેણે પેટીએમ નુ સાઉન્ડ લીધુ હતુ જેથી ઓનલાઈન પેમેન્ટ અંગે સ્પીકર દ્રારા જાણ થઈ શકે. બન્યુ એવુ કે, ગઈ તા 10 નવેમ્બરના રોજ પેટીએમનુ સાઉન્ડ બંધ થઈ જતા જીતુએ યુ ટયુબ પર સર્ચ કરીને કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો અને તે નંબર પર ફોન કર્યો હતો.

ત્યારબાદ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને બોક્સ રિપેર કરવા માટેની બાંહેધરી આપી એક લીંક મોકલી હતી અને એની ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પેટીએમ યુપીઆઈ થા ઓટીપીની વિગતો જાણી થોડા સમયમાં સાઉન્ડ રીપેર કરવા માટે માણસ આવશે તેમ કહીને ફોન મુકી દીધો હતો.

આ ઘટનાના થોડા દિવસ બાદ જીતુ ડોહરેએ પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરતા તેને તેમાંથી અલગ અલગ મળી કુલ રૂ. 2 લાખની રકમ ઉપડી ગયાન જાણ થઈ હતી. આ અંગે જીતુએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શરૂઆતમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એપ ડાઉનલોડ કરવાનું કહેતા જીતુએ ફોન કાપી નાખ્યો હતો. જોકે બીજા ફોનમાં પેટીએમમાંથી બોલતા હોવાનું કહેતા વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...