એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે મોરબીના ઝીંઝુડાગામે નવા બની રહેલા મકાનમાંથી કબજે કરેલા 600 કરોડથી વધુ કિંમતના હેરોઈનના જથ્થા મામલે ચાલી રહેલી તપાસમાં આ કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન મળેલી હકીકતના આધારે એટીએસની ટીમે આ ગુનામાં રૂ.10 કરોડની કિંમતના વધુ બે કિલો હેરોઈનનો જથ્થો કબજે કર્યો હતો.
બીજી તરફ એટીએસની ટીમે હેરોઈનના જથ્થાની પાકિસ્તાની માફીયાઓ પાસેથી દરિયામાં ડિલિવરી લેનારા સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં એક નાઇજિરિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે.
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યંુ હતું કે, પકડાયેલા રહીમ ઉર્ફે હાજી અકબર નાડે (ઉં.35 રહે. ગામ જોડિયા જિલ્લો જામનગર)એ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસાભાઈ પટેલીયાની સાથે બોટ લઈ જખૌના દરિયામાંથી હેરોઈનનો જથ્થો લાવ્યો હતો. આ જથ્થામાંથી અમુક જથ્થો રહીમ ઉર્ફે હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હોવાની હકીકત બહાર આવતા એટીએસેની ટીમે જામનગર બેડી રોડ ખાતેથી 10 કરોડની કિંમતનું વધુ બે કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.