તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મ્યુકરનાં ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતા એસવીપીના કર્મચારી સહિત બે ઝડપાયા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • ડમી ગ્રાહક બની પોલીસે 34 હજારમાં 2 ઇન્જેક્શન વેચવા આવેલા બંનેની ધરપકડ કરી
  • સિવિલમાં નોકરી કરતો હર્ષદ પરમાર ઇન્જેક્શન ઊંચા ભાવે વેચવા આપતો હોવાની કબૂલાત

રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બીના ઈન્જેક્શનના દર્દીઓ માટે ટેલિગ્રામ પર જાહેરાત મૂકીને કાળા બજારમાં ઈન્જેક્શન વેચવાનું કૌભાંડ પકડાયું છે. જાહેરાતના આધારે અમદાવાદ જિલ્લા એલસીબીએ ડમી ગ્રાહક બનીને વાત કરતા 34 હજારમાં 2 ઈન્જેક્શન આપવા માટે 2 ગઠિયા હાથીજણ આવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા, જેમાંથી એક એસવીપી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આસિસ્ટન્ટ છે. અસારવા સિવિલ હોસ્પિટલના એક કર્મચારી પાસેથી તે બંને રૂ.10,500માં એક ઈન્જેક્શન વેચવા માટે લાવ્યાની કબૂલાત કરી હતી.

પોલીસે સોદો નક્કી કરીને હાથીજણ પાસે ઇન્જેક્શન લઈને બોલાવતા 2 માણસ ઇન્જેક્શન લઈને આવતા પોલીસે ઝડપી લીધા હતા, જેમાં જૈનમ મહેશ શાહ (ઉં.20, નયનનગર,કૃષ્ણનગર) અને બલવાન જનક ગુર્જર (ઉં.26, નારાયણદાસની ચાલી, અશોક મિલ પાસે,નરોડા) હોવાનું જણાયું હતું. બંને પાસેથી પોલીસે 2 ઈન્જેક્શનો કબજે કરી પૂછપરછ કરી હતી. આ બંને અસારવા સિવિલમાં નોકરી કરતા હર્ષદ પરમાર (બાપુનગર) પાસેથી આ ઇન્જેક્શનો વેચવા માટે લાવતા હોવાની કબૂલાત કરતા પોલીસે હર્ષદ પરમારની શોધખોળ શરૂ કરી છે.

બેમાંથી એક યુવક આઈટી એન્જિ.નો વિદ્યાર્થી
જૈનમ હિંમતનગરમાં આઈટીમાં અભ્યાસ કરે છે. જ્યારે બલવાન એસવીપી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આસિસ્ટન્ટ છે. બંનેએ હર્ષદ પરમારનો ફોન નંબર અને સરનામું પોલીસને આપતાં તેે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

અગાઉ 25-25 હજારમાં 2 રેમડેસિવિર વેચ્યાં હોવાનું કબૂલ્યું
જૈનમ અને બલવાન બંને મિત્રો છે. બંનેની પૂછપરછમાં તેઓ તેમના પરિચિત તેવા અસારવા સિવિલમાં નોકરી કરતા હર્ષદ પરમાર પાસેથી ઇન્જેક્શનો વેચવા લાવતા હોવાનું કબૂલ્યું હતું. આ પહેલાં પણ બંનેએ હર્ષદ પાસેથી 2 રેમડેસિવિર વેચવા માટે લઈ 25-25 હજારમાં વેચ્યા હતા. - આર. જી. ખાંટ, પીઆઈ, જિલ્લા એલસીબી

અન્ય સમાચારો પણ છે...