હાઇકોર્ટની ટકોર:મેડિકલ ઓથોરિટીને નિર્દેશ આપીએ ત્યારે બે હાથ જોડી ઊભી રહે છે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • હોમિયોપથી કોલેજોમાં લેક્ચરર ન હોવાથી રદ કરેલી મંજૂરી સામે હાઇકોર્ટમાં અરજી
  • કોર્ટે પૂછ્યું, તમે કઈ ગેરરીતિને આધારે કોલેજોની માન્યતા રદ કરી?

હોમિયોપથી કોલેજોમાં મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ ઓફ હોમિયોપથી દ્વારા અચાનક આવેલા ઈન્સ્પેક્શનમાં ગેરરીતિઓ હોવાથી મંજૂરી રદ કરી દેવાતા હાઇકોર્ટમાં લેટર પેટન્ટ અપીલ કરાઇ છે. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રેટિંગ બોર્ડને એવો સવાલ કર્યો હતો કે, તમે કઇ ગેરરીતિઓને આધારે હોમિયોપથી કોલેજીસની માન્યતા રદ કરી છે?

રેટિંગ બોર્ડે એવો જવાબ આપ્યો કે હોમિયોપથી કોલેજીસમાં પૂરતા લેકચરર નથી. તેની સામે હોમિયોપથી કોલેજીસે લેકચરરના પગારની સ્લીપ, તેમની હાજરીના રોસ્ટર વગેરે પુરાવા તરીકે રજૂ કર્યા હતા. ખંડપીઠે બંને પક્ષના એડવોકેટને કેસની ટૂંક નોંધ તૈયાર કરીને વધુ સુનાવણી બુધવાર પર મુકરર કરી છે. મેડિકલ એસેસમેન્ટ ઓથોરિટીએ રજૂઆત કરવા માફી માંગતા કોર્ટે કહ્યું અમે જ્યારે કોઈ નિર્દેશ આપીએ ત્યારે બે હાથ જોડીને ઊભા રહી જાઓ છો.

અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગરની અનેક હોમિયોપથી કોલેજની માન્યતા મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ ઓફ હોમિયોપથી દ્વારા રદ કરી દેવાાતા હાઇકોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસે રેટિંગ બોર્ડને એવો સવાલ કર્યો હતો કે, તમે કયા આધારે માન્યતા રદ કરી છે? રેટિંગ બોર્ડે એવી દલીલ કરી હતી કે, કોવિડના લીધે બે વર્ષથી ઈન્સ્પેક્શન નથી થયું પરતું તેની તપાસ કરાતા કોલેજોમાં પૂરતી ફેકલ્ટી નતી.

તપાસ વગર પગલાં લેવાયાની દલીલ
કોલેજો દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે તેમની કોલેજોમાં તમામ લેક્ચર છે. દરેક વિષયના ફેકલ્ટી છે. તેમની કોલેજમાં ઇન્સ્પેક્શન આવ્યું જ નથી. કોઈ તપાસ કર્યા વગર તેમની સામે પગલાં લેવાયા છે. કોર્ટે સમક્ષ તેના પુરાવા પણ રજૂ કરાયા હતા. કોર્ટે મૂલ્યાંકન કરનાર ઓથોરિટીને કોર્ટે આ અંગે સવાલ પૂછતા એડવોકેટે એવી પોતાની રજૂઆત કરવા માટે સમય ની માંગણી કરી હતી. કોર્ટે મનાઈ કરતા તેમને માફી માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...