તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:ગુજરાત કેડરના બે IPS અધિકારી સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરની ફાઈલ તસવીર - Divya Bhaskar
મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરની ફાઈલ તસવીર

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મોત અંગે CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. આજે CBI આ કેસમાં પોતાની તરફથી FIR કરીને તપાસ શરૂ કરી શકે છે. CBI ટીમ આજે બિહાર પોલીસ પાસેથી આ કેસને લગતી માહિતી મેળવી શકે છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે આજે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમ(SIT) ગુજરાત કેડરના બે IPSની આગેવાની આ કેસની તપાસ કરશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.

શું છે મામલો
સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે પહેલાં સુસાઈડ કર્યું હોવાનું કહ્યું હતું. તે ડિપ્રેશનમાં હતો. જોકે, મોતના 50 દિવસ બાદ હવે સુશાંતના મોતને સુસાઈડ માનવામાં આવતું નથી. મર્ડર થયું હોવાની આશંકાએ હવે CBI આ કેસની તપાસ કરશે. સુશાંતના પરિવારે એક્ટરની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર સુસાઈડ માટે ઉશ્કેરવાનો તથા છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરી હતી.