તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી:GTUના બે વિદ્યાર્થીએ ગાયનું 20 હજાર કિલો છાણ એકત્ર કરી 1 લાખ દીવા બનાવ્યા, 25ને રોજગારી આપી

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
 • કૉપી લિંક
 • લૉકડાઉનને લીધે મંદિરના ફૂલમાંથી ખાતરનો પ્રોજેક્ટ બંધ થતાં નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું

જીટીયુના સ્ટાર્ટઅપે જૂનથી ઓક્ટોબર સુધીમાં 20 હજાર કિલો ગાયનું છાણ એકત્ર કરી તેમાંથી 1 લાખ દીવાનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટથી 25 લોકોને રોજગારી પણ આપવામાં આવી છે. દિવાળીને આકર્ષક બનાવવા અંધજન મંડળના દિવ્યાંગ બાળકો પાસે રંગકામ કરાવવામાં આવ્યું હતું. જેથી તેમને પણ રોજગારી મળી રહે. જીટીયુ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટરના બે વિદ્યાર્થી યશ ભટ્ટ અને અર્જુન ઠક્કરે આત્મનિર્ભર બનવા સાથે ને આપત્તિને અવસરમાં ફેરવી છે. આ સ્ટાર્ટઅપ બ્રૂક એન્ડ બ્લૂમસ નામથી ચાલે છે.

કોરોનાકાળ પહેલાં બંનેએ મંદિરના ફૂલોમાંથી ખાતર તેમજ શ્રીફળમાંથી કોકોપીટ બનાવવાનો પ્રોજેક્ટ કર્યો હતો. પરંતુ લૉકડાઉનમાં મંદિરો બંધ હોવાથી ફૂલો અને શ્રીફળ મળતા ન હોવાથી આ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો હતો. તેમણે મ્યુનિ.ના સહયોગથી કાંકરિયા ઝૂ ખાતેના ગોબર વેસ્ટ રિસાઇકલિંગ પ્લાન્ટ અને કેટલી ગૌશાળામાંથી ગાયનું છાણ એકત્ર કર્યું હતું. બંનેએ લૉકડાઉનમાં રોજગારી ગુમાવનારી મહિલાઓને દીવા બનાવવાની તાલીમ આપી હતી. ગાયના છાણમાં ગુંદર નાખી, તેનું બંધારણ વધુ મજબુત બનાવી, આ દીવો 4-5 વાર સુધી પ્રગટાવી શકાય તેવું રિસર્ચ કરવા માટે એલ.એમ.એસ.પી તથા સૃષ્ટિ ઇનોવેશન સંસ્થાએ સહયોગ આપ્યો.

સામાજિક ઉદ્દેશ સાથે જોડાયેલા પ્રોજેક્ટ શરૂ કરવા યોજના
સ્વચ્છતા જેવા સામાજિક ઉદ્દેશો સાથે જોડાયેલો પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતના બીજા ઘણાં ગામ-શહેરોમાં પણ શરૂ થાય તેવું યશ અને અર્જુનનું ધ્યેય છે. તેમનું કહેવું છે કે અમે રાજયના તમામ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટને લઈ જઈશું.

કોરોનાને કારણે આવેલી આફતને અવસરમાં પલટી
લોકડાઉનમાં મંદિરમાં ચઢાવેલા ફૂલોનું પ્રમાણ ઘટતાં તેમાંથી ખાતર અને શ્રીફળમાંથી કોકોપિટ બનાવવાનો પ્લાન્ટ બંધ થયો અને 25 શ્રમજીવીની રોજગારી છીનવાઈ. ત્યારે અમે આફતને અવસરમાં બદલી અમે આસપાસની ગૌશાળાના છાણ એકત્ર કરી તેમાંથી દીવા બનાવી મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઉભી કરી છે. - યશ ભટ્ટ,ફાઉન્ડર બ્રૂક એન્ડ બ્લૂમ્સ સ્ટાર્ટઅપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો