દોસ્ત જ હત્યારો નીકળ્યો:અમદાવાદના રામોલમાં બે મિત્રોની ઠંડા કલેજે હત્યા કરીને મિત્રે વીડિયો બનાવ્યા, ગણતરીના કલાકમાં આરોપી ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે મિત્રોને મોતને ઘાટ ઉતારનાર આરોપી અશ્વિન મરાઠી - Divya Bhaskar
બે મિત્રોને મોતને ઘાટ ઉતારનાર આરોપી અશ્વિન મરાઠી
  • હત્યા કરવાનો છે એવી જાણ એકે બીજા મિત્રને કરી દીધી એટલે હત્યારા દોસ્તે બબ્બે હત્યાને અંજામ આપ્યો હતો
  • અમદાવાદના ચકચારી હત્યા કેસમાં હત્યારો અશ્વિન તથા મૃતક કલ્પેશ અને રણજીત વર્ષો જૂના મિત્રો

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક જ રાતમાં બનેલી બે હત્યાની ઘટનાએ પૂર્વ વિસ્તારને ફરી રક્ત રંજીત કર્યું છે. જોકે રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ સમક્ષ હત્યારા આરોપીએ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી કોઈ બીજો નહીં પણ મરનાર બે યુવકનો મિત્ર જ નીકળ્યો અને આ હત્યારો એટલો ક્રૂર હતો કે, હત્યા બાદ તેણે વીડિયો પણ બનાવ્યા હતા. બે મિત્રોની હત્યામાં હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

પાડોશમાં રહેતા મિત્રને જ નહીં અન્ય એક મિત્રને પણ મોતને ઘાટ ઉતાર્યો
રામોલ પોલીસની પકડમાં આવેલા અને શરીરે દુબળો પાતળો લાગતો આ યુવકે એક નહીં પરંતુ બબ્બે હત્યાને અંજામ આપ્યો હતો. આ શખસનું નામ અશ્વિન મરાઠી છે. રામોલ વિસ્તારમાં ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં કલ્પેશ નામના યુવકની પોતાના જ ઘરમાં ધાબા પરથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃતક કલ્પેશનાં જ પડોશમાં રહેતા હત્યારા આરોપીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે રામોલ પોલીસે હત્યારા આરોપી અશ્વિન મરાઠીની પૂછપરછ શરૂ કરતા તેને એક નહીં બે મિત્રોની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ દોડતી થઈ હતી આરોપીએ કલ્પેશનાં ઘર સામે આવેલા ખુલ્લા ખેતરના મેદાનમાંથી રણજીત નામના મિત્રની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

મરાઠા છે એટલે ઘરમાં ઘૂસીને મારશે તેવા ડાયલોગ સાથે વીડિયો બનાવ્યો
અશ્વિને કલ્પેશની હત્યા તો અગાઉના ઝઘડાને કારણે કરી હતી પણ રણજીતની હત્યાનું કારણ પણ બીજું જ હતું. અશ્વિન મરાઠીએ કલ્પેશની હત્યા કરશે એવું રણજીતને જણાવ્યું હતું અને રણજીતે આ વાત કલ્પેશને જણાવી હતી, જેથી અશ્વિને રણજીતની પણ હત્યા કરી હતી. હત્યારા અશ્વિને કલ્પેશ અને રણજીતની હત્યા કર્યા બાદ બંનેનાં વીડિયો પણ બનાવ્યા હતા અને પોતે મરાઠા છે. તેમજ ઘરમાં ઘૂસીને મારીશ તેવા ડાયલોગ સાથે આ વીડિયો બનાવ્યા હોવાનું મોબાઈલમાં મળી આવ્યું હતું.

અંગત અદાવતમાં વર્ષો જૂના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા અશ્વિનને ઝડપી પાડ્યો હતો. જોકે, હત્યારો અશ્વિન અને મૃતક કલ્પેશ તેમજ રણજીત વર્ષો જૂના મિત્રો હતા. જોકે આ મિત્રો નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું ખુલ્યું છે. જેમાં આ મિત્રોના આંતરિક ઝઘડા મોતનું કારણ બન્યા છે. જોકે આ ગુનામાં રણજીતની હત્યા કરેલી લાશ જે સ્થિતિમાં મળી આવી તે જોતા આરોપી અશ્વિનની સાથે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ હોવાની આશંકાએ પોલીસે તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...