તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લો ગાર્ડન ફરવા એક્ટિવા પર જતાં બે મિત્રને કારે ઉડાવ્યા, એકનું મોત

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સ્વામી વિવેકાનંદ બ્રિજ નજીક BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત
 • એમ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં કારચાલક સામે ગુનો નોંધાયો

લો-ગાર્ડન ફરવા એક્ટિવા પર જઈ રહેલા બે મિત્રોને કારચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક અકસ્માતમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન પાસે એક એક્ટિવા ચાલકે ટક્કર મારતા રાહદારીનું મોત નીપજ્યું હતું.

કાલુપુરની મીરઘાવાડ ખાતે રહેતો સમીરખાન અકબરખાન પઠાણ ઘીકાંટા ખોની માય શોપ નામની રેડિમેડની દુકાનમાં નોકરી કરે છે. સોમવારે સાંજે 5.30 વાગ્યે સમીરખાન તેના મિત્ર સલમાન ગુલામ રસુલ (સામિયાના ફ્લેટ, કાલુપુર) સાથે લો ગાર્ડન ફરવા જઈ રહ્યો હતો. ત્યારે સમીરખાન એક્ટિવા ચલાવી રહ્યો હતો અને સલમાન પાછળ બેઠો હતો. બંને મિત્રો 6.30 વાગ્યે સ્વામી વિવેકાનંદ બ્રિજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા કારચાલકે સમીરના એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી સમીર અને સલમાન બંને રોડ પર પડ્યા હતા, જેમાં સલમાનને માથામાં ઈજાઓ થવાથી રિક્ષામાં એસવીપી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે સમીલખાનની ફરિયાદના આધારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

રોડ ક્રોસ કરતાં કડિયાનું એક્ટિવાની ટક્કરે મોત
કડિયા કામ કરતા હરીરામ ચૌહાણ અન્ય ત્રણ મિત્ર સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનની સામે રોડ ક્રોસ કરી રહ્યા ત્યારે એક એક્ટિવાચાલકે તેમની સાથેના રમેશભાઈને અડફેટે લીધા હતા. તેમનું હોસ્પિટલમં મોત નીપજ્યું હતું. આ અંગે હરીરામે એલ ડિવિઝન પોલીસે એક્ટિવાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો