• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Two Friends Murder In Ahmedabad, The Body Of One Was Found In The Room And The Other Was Found In The Field. Both Were Stabbed To Death.

અમદાવાદમાં બે મિત્રોની હત્યા:એકની લાશ રૂમમાંથી તો બીજાની ખેતરમાંથી મળી, બંનેને છરીના ઘા મારી પતાવી દીધા, મિત્રએ જ હત્યા કરી ફરાર થયો હોવાની શંકા

અમદાવાદએક મહિનો પહેલા
  • પોતાના દીકરાની હત્યા કોને કરી છે તે જાણવા માતા આક્રંદ કરી રહી છે
  • પોલીસે એકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં બે મિત્રોની અલગ-અલગ જગ્યાએ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાયો છે. બે હત્યામાં એકની લાશ તેના જ ઘરના રૂમમાંથી જ્યારે અન્ય એકની લાશ ખેતરમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બંનેની હત્યા એક જ રીતે થઈ છે એટલે કે બંનેની છરી મારીને જ હત્યા કરાઈ છે. બીજીતરફ ત્રીજો મિત્ર ફરાર હોવાથી પોલીસને તેના પર શંકા છે. હાલમાં એકની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રૂમ ખોલ્યો તો દીકરાની લોહી લુહાણ લાશ મળી
વસ્ત્રાલમાં ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એક યુવકની ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતા સનસનાટી મચી ગઇ છે. 24 વર્ષનો કલ્પેશ નામનો યુવક મોડી રાત્રે મિત્રો સાથે ગપ્પા મારીને ઘરે આવ્યો હતો. પરિવાર રૂમની બહાર સુતા હતા. જ્યારે કલ્પેશ ઘરમાં સુતો હતો. વહેલી સવારે પરિવારે ઉઠીને રૂમ ખોલ્યું તો કલ્પેશનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ બેડ પર મળી આવ્યો હતો.

એક હત્યાની તપાસ શરૂ કરી તો બીજી લાશ મળી
પરિવારે પોલીસને જાણ કરી અને કલ્પેશની હત્યા મામલે પોલીસે FSL અને ડોગ સ્કોડના આધારે તપાસ શરૂ કરી હતી. આ વચ્ચે વધુ એક યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ ખેતરમાંથી મળી આવી હતી. બંનેની હત્યા છરીથી કરાઈ હતી. મરનાર બને મિત્રો હોવાનું પણ સામે આવ્યું. આ ઘટનાથી બન્ને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોતાના દીકરાની હત્યા કોને કરી છે તે જાણવા માતા આક્રંદ કરી રહી છે. જ્યારે પિતાનો તો ઘડપણનો સહારો છીનવાઈ ગયો છે.

બંને મૃતકનો ત્રીજો મિત્ર ફરાર,પોલીસને શંકા
કલ્પેશની હત્યાની લઈને રામોલ પોલીસ હજુ તપાસ કરી રહી છે ત્યારે કલ્પેશના મિત્ર રણજીત ગૌતમની હત્યા કરેલી હાલતમાં ખેતરમાંથી લાશ મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. આ બન્ને મિત્રોને એક જ પ્રકારે છરીના ઘા ઝીકયા હોવાનું ખુલતા હત્યારો એક જ હોવાની શકયતા પોલીસે વ્યક્ત કરી છે. આ દરમ્યાન તપાસમાં આ બંને મૃતકનો ત્રીજો મિત્ર અશ્વિન ઉર્ફે ગોવિંદ ફરાર હોવાથી તેને હત્યા કરી હોવાની પ્રબળ શંકા પોલીસે વ્યક્ત થતા એકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વસ્ત્રાલમાં ડબલ મર્ડર કેસમાં રામોલ પોલીસે બન્ને યુવકની હત્યાને લઈને અલગ અલગ ફરિયાદ નોંધી છે. આ હત્યા પાછળ શું કારણ હતું અને હત્યા કેવી રીતે કરાઈ તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...