• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Two Friends From A Poor Family Became Criminals For Living A Luxurious Lifestyle, Threatening Traders And Extorting Money, Even Buying A BMW Car

શોખમાં મળી સજા:વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા ગરીબ પરિવારના બે મિત્રો બન્યાં ગુનેગાર, વેપારીઓને ધમકીઓ આપી પૈસા પડાવતા, BMW કાર પણ ખરીદી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વેપારીઓને આપઘાતના ખોટા કેસોમાં ફસાવવાની ધમકીઓ આપી પૈસા પડાવતા હતા
  • સરખેજ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

આજકાલના યંગસ્ટર્સ પોતાના મોજશોખ પુરા કરવા માટે ઘણીવાર ગુનાહિત કાવતરા રચતા હોય છે. નાના-મોટી ચોરીઓ, લૂંટ તેમજ છેતરપિંડી કરતા ઝડપાય છે. એવો જ એક કિસ્સો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને નોંધાયો છે. જેમા બે મિત્રોએ પોતાના વૈભવી શોખ પુરા કરવા માટે વેપારીઓ પાસેથી ખંડણી માંગી આત્મહત્યાના પ્રયાસમાં ફસાવવાની ધમકીઓ આપતા હતા. અનેક વેપારીઓ પાસેથી ખંડણી ભેગી કરી બંનેએ એક BMW કાર પણ ખરીદી હતી. જોકે અંતે સરખેજ પોલીસે બંનેની ધરપકડ કરી કાર જપ્ત કરી લીધી છે.

વેપારીઓ ડરના કારણે તેઓને પૈસા આપી દેતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આરિફ અને યુસફ નામના બે મિત્રો છે. એકના પિતા ચાની કીટલી તો બીજાના ઈસ્ત્રીકામ કરે છે. પરંતુ બંનેને અન્યનું જોઈને પોતે પણ આવી લાઈફ જીવવી છે તેવી ઈચ્છા સાથે ખોટી રીતે પૈસા કમાવવાનો રસ્તો અપનાવ્યો હતો. તેઓ અલગ-અલગ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા અને આપઘાતના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેથી વેપારીઓ ડરના કારણે તેઓને પૈસા આપી દેતા હતા. આજ પૈસાથી બંનેએ એક BMW કાર પણ ખરીદી હતી. જોકે એક વેપારીએ બંને સામે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આજે બંને જેલભેગા થયા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

એક વેપારી પાસેથી કુલ 31 લાખ પડાવ્યાં
જુહાપુરા વિસ્તારમાં જ રહેતા એક જાવેદ ગેલેરીયા નામના વેપારી પાસેથી બંનેએ ફેક્ટરીનું ગુમાસ્તાધારા લાયસન્સ કઢાવી આપવાની વાત કરી અંદાજે 3.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. લાંબા સમય બાદ પણ લાયસન્સ ન મળતા વેપારીને શંકા ગઈ અને તેઓ લાયસન્સ માટે દબાણ કરતા જો તેઓ પોલીસમાં ફરિયાદ કરશે તો તેમને સામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને માર મારવાની પણ ધમકી આપી હતી. આ વેપારી પાસેથી કુલ 31 લાખની આસપાસ પૈસા પડાવ્યા બાદ પણ વધુ પૈસાની માંગ કરતા તેઓએ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સરખેજ પોલીસ સ્ટેશન
સરખેજ પોલીસ સ્ટેશન

અન્ય લોકોને પણ છેતર્યા હોવાની શંકા
સરખેજ પોલીસે ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી હતી. જેમા જાણવા મળ્યું કે, બંને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે અને અન્યોની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈ પોતે પણ એવી લાઈફ જીવવી છે તેવી ઈચ્છા સાથે આ મોડસઓપરેન્ડીથી લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું. આ સિવાય અન્ય કેટલા લોકોને આ રીતે ખોટા કેસોમાં ફસાવવાની ધમકીઓ આપીને છેતર્યા છે તે અંતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...