આગની બે ઘટના:અમદાવાદની વોલ સ્ટ્રીટ બિલ્ડિંગમાં બે માળમાં અને SVP હોસ્પિટલમાં ICUમાં એસીના ડકમાં લાગેલી આગ કાબૂમાં

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોલ સ્ટ્રીટ-2 બિલ્ડિંગમાં એક કલાકની અંદર આગ કાબૂમાં આવી ગઈ હતી - Divya Bhaskar
વોલ સ્ટ્રીટ-2 બિલ્ડિંગમાં એક કલાકની અંદર આગ કાબૂમાં આવી ગઈ હતી
  • વોલ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ફાયરબ્રિગેડની 12 ગાડીઓ દોડી આવી હતી
  • SVPમાં તમામ દર્દીઓ સલામત છે, કોઈ જાનહાનિ થઈ નથી

શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આજે આગના બનાવની ઘટના બની હતી. ગુજરાત કોલેજ પાસે આવેલી વોલ સ્ટ્રીટ-2 નામની બિલ્ડિંગમાં બી વિંગના ચોથા માળે ઓફીસ નંબર 405 અને પાંચમા માળે 505માં મેડિસ્ક્રાઈબ ઈન્ફોટેક એલ.એલ.પી.ની ઓફીસમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની અંદર ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ અને ટોરેન્ટ પાવર સ્ટાફને જાણ કરવામાં આવી હતી.

સાંજના છ વાગ્યાની આસપાસ SVP હોસ્પિટલમાં ચોથા માળે આવેલા ICUના એસીના ડકમાં કચરામાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે. તમામ દર્દીઓ સહી સલામત છે, કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...