મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા:મુંબઈમાં ભારે વરસાદને લીધે બે ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ, ​​​​​​​300થી વધુ પેસેન્જરે ફ્લાઇટમાં જ બેસી રહેવું પડ્યું હતું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇન્ડિગોની બંને ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન અપાયું​​​​​​​

મુંબઈમાં ગુરુવારે સાંજે ભારે વરસાદને પગલે ડોમેસ્ટિક સેક્ટરની બે ફ્લાઈટોને અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. વાતાવરણ ક્લિયર થયા બાદ બન્ને ફ્લાઈટોને દોઢ કલાક બાદ મુંબઈ માટે રવાના કરતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. જો કે એરલાઈન કંપનીએ મુસાફરોને ફ્લાઇટમાં જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

મુંબઈમાં પડેલા જોરદાર વરસાદને પગલે ઇન્ડિગોની બે ફ્લાઈટ લેન્ડિંગ માટે ફાઇનલ એપ્રોચ કરે તે પહેલા એર ટ્રાફિક કંટ્રોલરે કેપ્ટનને હોલ્ડ કરવાની સૂચના આપી હતી. ઇન્ડિગોની દિલ્હી-મુંબઈ 5:20 કલાકે અને ગોવા-મુંબઈની ફ્લાઈટ 5:55 કલાકે લેન્ડ થવાની હતી. પરંતુ વાતાવરણ ક્લિયર થાય એમ ન હોવાથી દિલ્હી મુંબઈની ફ્લાઈટે આકાશમાં બે ચક્કર માર્યા બાદ અમદાવાદ ડાઇવર્ટ કરી હતી.

જ્યારે ગોવા-મુંબઈની ફ્લાઈટે આકાશમાં લગભગ 20 મિનિટ ચક્કર માર્યા બાદ રન-વે ક્લિયર ન થતા અને ફ્યૂઅલ એલર્ટ આવે પહેલા જ ફ્લાઈટ ડાઇવર્ટ કરવાનું નક્કી કર્યું હતું. આમ બન્ને ફ્લાઈટને અમદાવાદ ડાઇવર્ટ કરાયા બાદ સવાર 300થી વધુ મુસાફરોને ફ્લાઇટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.

અમદાવાદથી મુંબઈની બે ફ્લાઈટ મોડી પડી
મુંબઈમાં વરસાદથી અમદાવાદથી ઇન્ડિગોની બે ફ્લાઈટ મોડી પડી હતી. સાંજે 5:25ની ફ્લાઈટ 7:09 વાગે અને 6:30 વાગ્યાની ફ્લાઈટ 8:36 કલાકે એટલે કે બે કલાક મોડી પડી હતી. કેટલાક સવાર મુસાફરો કનેક્ટિંગ હોવાથી ભારે ચિંતામાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...