ઉજવણી:ભારત ચીન અને બનાસકાંઠાની બોર્ડર પર તૈનાત દેશના જવાનો સાથે અમદાવાદના બે પરિવારોએ દિવાળી ઉજવી

અમદાવાદએક મહિનો પહેલા
  • દેશના નેતાઓ સાથે હવે નાગરીકો પણ સૈનિકો સાથે દિવાળી ઉજવી રહ્યાં છે

દિવાળીનો તહેવાર લોકો પોતાના પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરતાં હોય છે.પરંતુ અમદાવાદના બે પરિવારોએ આ દિવાળી બોર્ડર પર જવાનો સાથે ઉજવી. ઠાકોર પરિવાર કે છે ભારત ચીન બોર્ડર પરના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી, સાથે જ પટેલ પરિવારે બનાસકાંઠાની અડીને આવેલ પાકિસ્તાનની બોર્ડર પર જવાનો સાથે મળી મોં મીઠું કરાવી દિવાળીની ઉજવણી કરી.

અમદાવાદ માંથી બે પરિવારો એ જવાનો સાથે દિવાળી ઉજવી
અમદાવાદ માંથી બે પરિવારો એ જવાનો સાથે દિવાળી ઉજવી

જવાનોએ પરિવારોને આવકાર્યા
દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે દિવાળીનો તહેવાર સૈનિકો સાથે ઉજવતા હોય છે. પરંતુ હવે નાગરીકો પણ દેશની રક્ષા કરતા જવાનો સાથે મળીને તહેવારોની ઉજવણી કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ માંથી બે પરિવારો એવા છે કે જેમને આ દિવાળીને ખાસ અને યાદગાર બનાવવા માટે દેશની સુરક્ષા કરી રહેલ જવાનો પાસે જઈને ઉજવવાનું નક્કી કર્યું. અમદાવાદનો પ્રોફેસર ડો. અશોક પટેલનો પરિવાર બનાસકાંઠાના નડાબેટ કે જે પાકિસ્તાનની બોર્ડર છે, ત્યાં કાર્યરત BSFના જવાનો સાથે મીઠાઈ અને ફરસાણ આપી ઉજવણી કરી.અશોક પટેલનું કહેવું છે કે જવાનોએ અમને આવકાર્યા અને આ દિવાળી અમારી માટે યાદગાર રહી.

21 સભ્યો જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા
21 સભ્યો જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા

સરહદ પર જવાનોને જોઈ પરિવાર ભાવુક થયો
બીજી તરફ અમદાવાદથી દમનભાઈ ઠાકોરનો પરિવાર પણ દિવાળી ઉજવવા માટે અરુણાચલ પ્રદેશમાં ચીનની બોર્ડર પર પહોંચ્યો છે, જેમને પણ જવાનો ને મળી મીઠાઈ આપે દિવાળીની ઉજવણી કરી આ પરિવાર કુલ 21 સભ્યો જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા છે. પોતાની યાદગાર દિવાળીની ઉજવણી અંગે વાત કરતા દમન ભાઈએ જણાવ્યું કે સૈનિકો અમારા પરિવારને જોઈ ખુશી વ્યક્ત કરી, સાથે જ સરહદ પર દેશની રક્ષા કરતા જોઈ પરિવાર ભાવુક પણ થયો.