તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પોલીસ સામે ફરિયાદ:‘તું યુવતી સાથે હોટલમાં ગયો છે, હવે તારે રૂપિયા આપવા પડશે’ કહીને અમદાવાદમાં નકલી પોલીસે 30 હજારનો તોડ કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નકલી પોલીસ છેતરી ગઈ હોવાની જાણ થતાં આખરે યુવકને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવતી સાથે ગયો હોવાથી તારી પર કેસ થયો છે જેથી ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી સ્પોર્ટ્સ બાઈક પર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાનું જણાવી યુવકને લઈ ગયા હતા.રસ્તામાં યુવક ભોળો હોવાનું કહી ખર્ચો પાણી માંગ્યા હતા. આ ભોગ બનનાર યુવક પાસે પૈસા ન હોવાથી તેણે એક દુકાનદારને પૈસા ટ્રાન્સફર કરી તેની પાસેથી રોકડા લઈને બને નકલી પોલીસને 30 હજાર આપી દીધાં હતાં. બાદમાં પોતે છેતરાયાની જાણ થતાં નરોડા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી છે.

ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને બે શખ્સો કેસ થયો હોવાનું કહી લઈ ગયા હતા
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા મનોજ પટણી નરોડા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરી કરે છે. ગત ફેબ્રુઆરી માસમાં મનોજ બપોરના સુમારે નરોડા સુતરના ચાર રસ્તા પાસે એક પાનના ગલ્લા પર પોતાની બાઇક લઇને ઉભો હતો. તે વખતે એક સ્પોર્ટ્સ બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં છે તેવી ઓળખ આપી હતી. બંને શખ્સોએ મનોજને કહ્યું કે, થોડીવાર પહેલા એક છોકરી સાથે ઓઢવ ખાતે આવેલી શિવકુંજ હોટલમાં ગયા હતા જેથી તેમની પર કેસ થયો છે અને તેઓને ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી આ બંને શખ્સો મનોજને લઈને નીકળ્યા હતા. ઓઢવ પોલીસ સ્ટેશન જવાનું કહી તેઓ મનોજને લઈને નીકળ્યા હતા.

બંને વચ્ચેની વાતચીતથી ફરિયાદીને શંકા ગઈ હતી
નરોડામાં સુતરના કારખાના ચાર રસ્તા થઇને નરોડા રેલવે ક્રોસિંગ તરફથી નાના ચિલોડા રિંગ રોડ પાસે આ બંને શખ્સોએ બાઈક ઉભી રાખી હતી. બાદમાં બંને શખશો અંદરોઅંદર વાત કરતા હતા કે અમિત નાગર સાહેબ આ ભાઈ સારા છે જેથી તેમની પાસેથી ખર્ચા ના પૈસા લઈને જવા દો. આ વખતે અમિત નાગરે જણાવ્યું કે, યૂનુસભાઈ તમારી વાત સાચી છે. આ પ્રકારની અંદર અંદર વાત કરતા હતા. બંનેનાં નામ એક અમિત નાગર અને બીજો યુનુસ નામનો શખ્સ હોવાની ભોગ બનાર મનોજને શંકા ગઈ હતી.

નાના ચિલોડાની એક મોબાઈલ દુકાને લઈ જઈ જેલ ન જવા પૈસા પડાવ્યા
બંનેએ તેમને કહ્યું હતું કે તમારે જેલમાં ના જવું હોય તો અમને ખર્ચના પૈસા આપી દો. જેથી મનોજભાઈ ડરી ગયા હતા. પરંતુ પોતાની પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે નાના ચિલોડા પાસે આવેલી એક મોબાઇલ દુકાનમાં ગયા હતા. જ્યાં દુકાનદારના ખાતામાં તેઓએ 30 હજાર રૂપિયા તથા ટ્રાન્સફર ચાર્જના 900 રૂપિયા એમ કુલ 30,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અને તેની સામે રોકડ 30,000 રૂપિયા દુકાનદાર પાસેથી લઈને નકલી પોલીસ બનીને આવેલા બે શખ્સોને આપ્યા હતા. આ ઘટના બાદ મનોજભાઈએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. તેઓ કામ અર્થે બહાર ગયા હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં હવે તેઓએ નરોડા પોલીસને જાણ કરતાં નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો