તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોફ મારવો ભારે પડ્યો:ઘરે આવી દારૂનો કેસ કરવાનું કહેનારા 2 નકલી પોલીસ પકડાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કુબેરનગરમાં જૂના જી-વોર્ડમાં રહેતાં સીતાબેન રૂપાજી ઠાકોર અગાઉ દેશીદારૂ વેચતાં પકડાયાં હતાં અને હાલ છૂટક મજૂરી કરે છે. મંગળવારે તે ઘરે એકલાં હતાં ત્યારે બે અજાણ્યા પુરુષે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી દારૂનો કેસ કરવા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું હતું, પરંતુ સીતાબેનને શંકા જતાં તેમણે બંનેને વાતોમાં મશગૂલ રાખ્યા હતા.

દરમિયાન તેમનો પુત્ર ઘરે આવ્યો હતો અને બંને પોલીસ ન હોવાનું જણાતાં કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ખરાઈ કરી હતી. સીતાબેને ફરિયાદ નોંધાવતાં સરદારનગર પોલીસે સુરેન્દ્ર ટીલવાની (પાલનપુર), પ્રકાશ ચારણ (કુબેરનગર) નામના બે શખ્સની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...