તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રૂ.75 લાખની લાંચ કેસમાં ઈડીના બે અધિકારીને જેલમાં મોકલાયા; લાંચ પેટે રૂ.5 લાખ લેનાર દિલ્હીના 2ની પણ ધરપકડ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના વેપારી પાસેથી રૂ. 75 લાખની લાંચ માગવાના કેસમાં ધરપકડ કરાયેલા ઇડીના બે અધિકારીના વધુ 3 દિવસના રિમાન્ડની માગણી સીબીઆઇ કોર્ટે ફગાવી દઇને તેમને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.

કપડવંજના વેપારી પરેશ પટેલ પાસે રૂ.75 લાખની લાંચ માગવાના કેસમાં ઇડીના ડેપ્યુટી ડિરેક્ટર પૂર્ણકામસિંહ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભુવનેશકુમારની સીબીઆઇએ ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બંને આરોપીના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. સીબીઆઇએ તેમને કોર્ટમાં રજૂ કરી વધુ 3 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે કોર્ટે તે ફગાવી દઈ બંનેને જેલમાં મોકલવા આદેશ કર્યો હતો. દરમિયાન આંગડિયા પેઢી મારફતે રૂ.5 લાખ લેનાર દિલ્હીના વિજય અગ્રવાલ અને રવિકાન્ત તિવારીની સીબીઆઇએ ધકરપડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...