તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિષય પર વર્કશોપ:‘વેક્સિનના બે ડોઝ લેનારને ઓનલાઇન સર્ટિફિકેટ અપાશે’

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વિષય પરના વર્કશોપમાં યુનિસેફ તરફથી હાજર હેલ્થ ઓફિસર ડો. શ્રવન કુમારનું સંબોધન

જો કોરોના વેક્સિન માટે લોકો બે વાર રજિસ્ટ્રેશન કર્યા બાદ પણ જો વેક્સિન નહીં લે તો ભવિષ્યમાં આ લોકોને વેક્સિન લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે તેમ ગુજરાત મીડિયા ક્લબ દ્વારા કોવિડ-19 પર યોજાયેલા વર્કશોપમાં યુનિસેફ તરફથી સ્પિકર તરીકે હાજર રહેલા યુનિસેફના હેલ્થ ઓફિસર ડો. શ્રવન કુમાર, એન.જીએ જણાવ્યું હતું.

દેશમાં થનારા વેક્સિનેશન પ્રોગ્રામમાં સરકાર સાથે યુનિસેફ પણ કામ કરી રહી છે. ડો. શ્રવને જણાવ્યું હતં કે, ભારતમાં અત્યાર સુધી ચાલતા વેક્સિનેશન પ્રોગ્રામમાં તમામ વેક્સિનને કોલ્ડ સ્ટોરેજમાં જ રખાતી હતી. આથી વેક્સિન માટે અલગથી વ્યવસ્થાની જરૂર રહેશે નહીં, કારણ કે પહેલાથી જ થોડું સ્ટ્રક્ચર તૈયાર છે, ઉપરાંત રાજ્યમાં યુનિસેફ તરફથી વોક ઇન કુલર અને વોક ઇન ફ્રીજર તૈયાર કરાયા છે.

ભારત સરકાર દ્વારા પહેલી વાર વેક્સિનેશન પ્રોગ્રામ ડિજિટલી રન કરાશે. આ માટે ઓનલાઇન પ્લેટફોર્મ કો-વિન દ્વારા કામગીરી કરાશે. તમામ લોકોના ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે, તમામ લોકોને વેક્સિન આપવાની તારીખ અને સ્થળ મોબાઇલથી જણાવાશે. જેમને વેક્સીનના બે ડોઝ અપાશે તેમને ઓનલાઇન સર્ટિફિકેટ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો