ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનું અંતિમ સત્ર:21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભાનું બે દિવસીય સત્ર યોજાશે, ચોમાસુ સત્રમાં 4 બેઠકનું આયોજન

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈ પણ સમયે જાહેર થઈ શકે તેમ છે, ત્યારે ચૂંટણી અગાઉ બે દિવસીય ચોમાસુ સત્ર સપ્ટેમ્બર માસમાં યોજાશે. વૈધાનિક અને સંસદીય વિભાગના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય વિધાનસભાનું સત્ર યોજાશે. આ સત્રમાં 4 બેઠક યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સત્ર દરમિયાન બે સુધારા વિધેયક રજૂ થઈ શકે છે બે દિવસીય વિધાનસભાના સત્ર દરમિયાન બે સરકારી વિધેયક રજૂ થઈ શકે છે. વૈધાનિક અને સંસદીય વિભાગ દ્વારા કામકાજનું કેલેન્ડર બનાવાયા બાદ વિધાનસભા ખાતે કામની યાદી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વિધાનસભા ગૃહની સભ્ય સંખ્યા
ભાજપ-111
કોંગ્રેસ-64
NCP-1
BTP-2
અન્ય-1
ખાલી સીટ-3

14મી વિધાનસભાનું અંતિમ સત્ર
વિધાનસભાની ચૂંટણી પહેલા 14મી વિધાનસભાનું આ અંતિમ અને છેલ્લું ચોમાસુ સત્ર યોજાશે. ત્યાર બાદ દિવાળી પછી તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ થશે, જ્યારે આ બે દિવસે વિધાનસભા સત્રમાં બે સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.

15મી વિધાનસભામાં નવી સરકાર બજેટ રજૂ કરશે
ડિસેમ્બર માસના મધ્ય કાળ સુધીમાં નવી સરકારની રચના થઈ જશે, ત્યારે આગામી માર્ચ માસમાં યોજાનારા શિયાળુ સત્રમાં નવી સરકાર બજેટ રજૂ કરશે. આમ, 15મી વિધાનસભામાં નવી સરકાર નવા બજેટનો પ્રારંભ કરાવશે.

ઊંઝા અને ભીલોડા બેઠકની પેટાચૂંટણી નથી યોજાઈ
થોડા સમય અગાઉ ઊંજા વિધાનસભાના મહિલા ધારાસભ્ય ડો. આશા પટેલ અને ભીલોડા બેઠકના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થતાં આ બંને બેઠકો ખાલી પડી છે. નિયમ મુજબ ખાલી પડેલી બેઠક પર 6 માસમાં પેટા ચૂંટણી યોજવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...