કોરોનાવાઈરસ:પિતાના હાથે કન્યાદાનના અભરખા સેવતી બે દીકરીને ક્યાં ખબર હતી કે પોતાના હાથે જ પિતાના પિંડનું તર્પણ કરવું પડશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરીઓએ પિતાના પિંડનું તર્પણ સાબરમતીના કિનારે કર્યું. - Divya Bhaskar
દીકરીઓએ પિતાના પિંડનું તર્પણ સાબરમતીના કિનારે કર્યું.

કુબેરનગરમાં રહેતા 45 વર્ષના એક વકીલનું કોરોના વાઈરસના કારણે 16 મેએ મૃત્યુ થયું હતું. પરિવારમાં તેમને 2 દીકરી હતી. હિન્દુ રીતરિવાજ પ્રમાણે 11મા દિવસે બંને દીકરીએ તેમના પિંડનું તર્પણ સાબરમતીના કિનારે કર્યું હતું. વિધિમાં મૃતકના પત્ની પણ હાજર રહ્યાં હતાં. વકીલની એક દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તે સાજી થયા પછી વિધિ હાથ ધરાઈ હતી. સમગ્ર વિધિ દરમિયાન બંને દીકરી અને માતાએ માસ્ક તેમજ ફેસ શિલ્ડ પહેર્યા હતા. જ્યારે તર્પણ કરાવનારા બ્રાહ્મણે પણ માસ્ક અને સેનિટાઈઝર સાથે રાખી પૂજા વિધિ કરાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...