વિશાલા પાસે આવેલા છાપરાની ઘટના:રિક્ષા ઘરમાં ઘૂસી જતાં બે બાળકો,મહિલા ઈજાગ્રસ્ત

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ રિક્ષાચાલક ફરાર થઈ ગયો

શાસ્ત્રી બ્રિજથી વિશાલા જવાના રોડ પર મેટ્રો બ્રીજની પાસે બેફામ બનેલા રિક્ષાચાલકે કાચા છાપરામાં ચઢાવી દીધી હતી. જેથી છાપરમાં હાજર મહિલા અને બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે ફરાર રીક્ષા ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેફામ બનેલા રિક્ષાચાલકે કાચા છાપરામાં ચઢાવી દીધી
શાસ્ત્રી બ્રિજથી વિશાલા જવાના રોડ પર મેટ્રો બ્રિજની પાસે કાચા છાપરામાં રહેતા સંજયભાઈ રવિવારે રાત્રિના સમયે કામ અર્થે બહાર ગયા હતા. તે સમયે તેમની પત્ની માનુબેન તેમનો 4 વર્ષનો દીકરો યુવરાજ તથા તેમના સંબંધીનો 10 વર્ષનો દીકરો દિલીપ ઘરે હાજર હતા. ત્યારે બેફામ બનેલી રિક્ષાચાલકે પૂરપાટ ઝડપે રિક્ષા હંકારીને કાચા છાપરામાં રિક્ષા ચઢાવી દીધી હતી. જેના કારણે માનુબેન, યુવરાજ અને દિલીપને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા ​​​​​​​
બીજી બાજુ રિક્ષાચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ મામલે એમ ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી રીક્ષા ચાલક પકડાયો નહીં હોવાથી પોલીસે સીસીટીવીની મદદ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...