તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા ACBની કાર્યવાહી:પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્ચ-પંચનામુ કરી સમાધાન માટે બે CGST અધિકારીએ 2.50 લાખની લાંચ માગી, રંગેહાથ ઝડપાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અધિકારીઓની તસવીર - Divya Bhaskar
આરોપી અધિકારીઓની તસવીર

વડોદરામાં બે સીજીએસટી અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આરોપીઓએ ફરિયાદીની કંપનીમાં સર્ચ અને પંચનામુ કરી સમાધાન કરવા માટે 2.50 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેને લઇને વડોદરા એસીબીએ આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા છે.

હાલોલ તાલુકાના બાસ્કા ગામે જય કુબેર ફ્લોર એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરે છે. તેમની કંપનીમાં સર્ચ અને પંચનામુ કરી આરોપીઓએ લાંચ માગી હતી. જેમાંથી 50 હજાર રૂપિયા લીધા હતા અને બાકીના રૂપિયા આપવા માટે ફરિયાદી પાસે વારંવાર માગણી કરતા હતા. ત્યારે ફરિયાદીએ રૂપિયા ન આપવા હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે છટકું ગોઠવી બંને અધિકારીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓના નામઃ
1. નિતીનકુમાર રામસીંગ ગૌતમ, અધિક્ષક, સી.જી.એસ.ટી. વડોદરા
2. શિવરાજ સત્યનારાયણ મીણા, ઈન્સ્પેકટર, સી.જી.એસ.ટી. વડોદરા

અન્ય સમાચારો પણ છે...