બાવળાની ઘટના:ઘાસચારાની આડશમાં નશાકારક કફ સીરપનું વેચાણ કરનાર બે ઝડપાયા, ખેતરમાં વેચાણ કરતા રંગેહાથ પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોલીસે1061 બોટલ સીરપ સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બાવળામાં બે શખ્સને નશાકાર કફ સીરપની 1061 બોટલો સહિત કુલ રૂ.2.12 લાખના મુદ્દામાલ સાથે બાવળા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ આદરી છે. બાવળા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, જયેશ ઉર્ફે ભૂરો ભરવાડ અને મેહુલ ઉર્ફે કકુ રાવળ બંને મળીને રૂપાલ ચોકડી પાસેના ક્રિષ્ના ફાર્મ પાસે આવેલા એક ખેતરમાં ઘાસચારાની ઓથમાં નશાકારક કફ સીરપની બોટલોનો જથ્થો રાખીને ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને ભૂરો ભરવાડ અને મેહુલ ઉર્ફે કકુ રાવળને નશાકારક કફ સીરપ વેચતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે તપાસ કરતા ઘાસચારામાંથી કફ સીરપની 1061 બોટલો મળી આવી હતી. આ બોલટો સાથે કુલ રૂ. 2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ગુનો નોંધી બંને આરોપીની પૂછપરછ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...