કાર્યવાહી:કેનેડાના વિઝાના નામે 1.35 કરોડની ઠગાઈમાં બે પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોટેલમાં ભાગીદારીની લાલચ આપી છેતર્યાં

સિનિયર સિટીઝનના પુત્ર અને પુત્રવધૂ તથા અન્ય લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ રૂ. 1.35 કરોડ લઈ છેતરપિંડી કરવાના ગુનામાં ભારતમાં રહેતા હોવા છતાં કેનેડામાં હોટેલ ચલાવતા હોવાનું કહીને હોટેલમાં ભાગીદારી કરવાની લાલચ આપી વર્ક પરમિટ વિઝાના કૌભાંડમાં ભાગીદાર એવા વ્યક્તિ સહિત વધુ બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે.

ગુરુકુળમાં મારુતિ કોમ્પ્લેક્સમાં ઉડાન હોલીડેઝ નામની ઓફિસ ધરાવતા હર્ષિલ પટેલ (નારણપુરા) અને સુનિલ શિંદેએ સિનિયર સિટીઝન ભગવતીપ્રસાદ જોષીના પુત્ર-પુત્રવધૂ અને તેમના ત્રણ સંબંધીઓને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે તેમજ કેનેડામાં સબ વે હોટલમાં ભાગીદારી કરાવવાના નામે રૂ. 40 લાખ લઈને છેતરપિંડી અને વિશ્વાસઘાતકર્યો હતો. દરમિયાન પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓના સાગરીત હેમલ દવે ઉડાન હોલિડેઝમાં ભાગીદાર હતો તથા રાહુલ નાઈ ઈન્ટરનેશનલ સિમકાર્ડ વાપરીને પોતે મહેન્દ્ર કાંતિલાલ પટેલનું ખોટું નામ ધારણ કરીને ભોગ બનેલા લોકોની સાથે વાત કરીને પોતાની કેનેડામાં સબ વે હોટલ હોવાનું અને તેમાં ભાગીદારી કરવાની ઓફર કરી પૈસા પડાવતો હતો.

આ બંને આરોપીઓના નામ ખુલતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ પી.વી. ગોહિલની આગેવાનીમાં તપાસ હાથ ધરી હેમલ દવે( રહે. સોલા) તથા રાહુલ નાઈ ( રહે. પાલનપુર)ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, એટીએસે પણ નરોડામાંથી કેનેડાના નકલી વિઝા અપાવવાનું કૌભાંડ પકડી પાડી ચાર લોકોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...